Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

વલસાડમાં વિશ્વ ઍન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જનજાગૃતિ માટે ઝુંબેશ શરુ

વલસાડમાં વિશ્વ ઍન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જનજાગૃતિ માટે ઝુંબેશ શરુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૩ ઃ જરા પણ શરદી, ખાંસી કે તાવ આવે ઍટલે લોકો જાતે જ મેડિકલ સ્ટોર્સ પરથી ઍન્ટિબાયોટીક દવા લઈ લે છે અથવા તો ઘરે કોઈકની સામાન્ય લક્ષણ વાળી દવા પડી હોય તો તે પી લે છે. આધુનિક તબીબી વિજ્ઞાનમાં ઍન્ટિબાયોટિક દવાઓ વિવિધ પ્રકારના બેક્ટેરિયલ ચેપની સારવાર માટે આશીર્વાદરૂપ તો સાબિત થઈ છે. પરંતુ આ જીવનરક્ષક દવાઓનો નાની નાની વાતમાં બિનજરૂરી અને અયોગ્ય ઉપયોગ આજે સમગ્ર વિશ્વ માટે ગંભીર પડકાર બની રહ્ના છે. ઍન્ટિબાયોટિક દવાઓના વધુ પડતા ઉપયોગથી બેક્ટેરિયા દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા વિકસાવે છે, જેને ઍન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (ખ્પ્ય્) કહેવામાં આવે છે. પરિણામે સામાન્ય ચેપની સારવાર પણ મુશ્કેલ બની શકે છે. શું છે ખ્પ્ય્ અને શા માટે છે ચિંતાનો વિષય છે તે અંગે વલસાડના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીતે જણાવ્યું કે, ઍન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ઍટલે સૂક્ષ્મજીવો દ્વારા દવાઓની અસર સામે પ્રતિકારક ક્ષમતા વિકસાવવી. ડૉક્ટરની સલાહ વિના ઍન્ટિબાયોટિક દવાઓ લેવી, ખોટી માત્રામાં દવા લેવી અને સારવાર અધૂરી છોડવી જેવી બાબતો આ સમસ્યાને વધારી શકે છે. 

લોકોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા કાર્યક્રમો અંગે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે જણાવ્યું કે, ખ્પ્ય્ જાગૃતિ સાહ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય સંસ્થાઓ અને સંબંધિત વિભાગોના સંકલનથી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તા. ૧૮ નવેમ્બરે અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી, તા. ૧૯મીઍ ત્પ્ખ્ (ત્ઁફુર્જ્ઞ્ીઁ પ્ફૂફુર્જ્ઞ્ણૂશ્ર ખ્સ્ન્સ્ન્ંણૂર્જ્ઞ્ીદ્દજ્ઞ્ંઁ), ત્ખ્ભ્ (ત્ઁફુર્જ્ઞ્ીઁ ર્ખ્ણૂફુફૂક્ક ંશ્ ભ્ફૂફુર્જ્ઞ્ીદ્દશ્વજ્ઞ્ણૂસ્ન્) અને જ્બ્ઞ્લ્ત્ (જ્ફૂફુફૂર્શ્વીદ્દજ્ઞ્ંઁ ંશ્ બ્ણુસ્ન્દ્દફૂદ્દશ્વજ્ઞ્ણૂ ર્ીઁફુ ર્ઞ્ક્કીઁફૂણૂંશ્રંર્જ્ઞ્ણિંશ્ર લ્ંણૂજ્ઞ્ફૂદ્દજ્ઞ્ફૂસ્ન્ ંશ્ ત્ઁફુર્જ્ઞ્ી) ના સહયોગથી તબીબો માટે ઘ્પ્ચ્ (ઘ્ંઁદ્દજ્ઞ્ઁ્યજ્ઞ્િઁં પ્ફૂફુર્જ્ઞ્ણૂશ્ર ચ્ફુ્યર્ણૂદ્દજ્ઞ્ંઁ)નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઍન્ટિબાયોટિક દવાઓનો તર્કસંગત ઉપયોગ, યોગ્ય પ્રિસ્ક્રિપ્શન અને ખ્પ્ય્ના નિવારણ અંગે તબીબી નિષ્ણાતોઍ માર્ગદર્શન આપ્યું હતું. તા. ૨૦મી જ્ંંફુ ર્ીઁફુ ઝ઼શ્વ્યસ્નિં્ ઘ્ંઁદ્દશ્વંશ્ર ખ્ફુજ્ઞ્ઁજ્ઞ્સ્ન્દ્દર્શ્વીદ્દજ્ઞ્ંઁ (જ્ઝ઼ઘ્ખ્) દ્વારા કેમિસ્ટ અને ડ્રગિસ્ટ સાથે બેઠક યોજી ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના ઍન્ટિબાયોટિક દવાઓનું વેચાણ ન કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મેડિકલ સ્ટોર્સની મુલાકાત અને તપાસ દ્વારા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લાની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં બ્ભ્ઝ઼ અને વેઇટિંગ ઍરિયામાં આવતા દર્દીઓને પોસ્ટર, બેનર તથા ત્ચ્ઘ્ પ્રવૃત્તિઓ દ્વારા ઍન્ટિબાયોટિક દવાઓના યોગ્ય ઉપયોગ અંગે સમજ આપવામાં આવી રહી છે. તા. ૨૧મી ખ્પ્ય્ અંગે જનજાગૃતિ ફેલાવવા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.