Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

શિવારીમાળમાં ભેખડ સાથે ઈકો ભટકાતાં ઍકનું મોત

શિવારીમાળમાં ભેખડ સાથે ઈકો ભટકાતાં ઍકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૨૨ ઃ  ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ કલાક ૦૫/૩૦ વાગ્યાના અરસામાં શિવારીમાળ ગામે આવેલ વળાંકમાં  ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં ઇકો ગાડી ફોરવ્હીલ (રજી. નં. ઞ્થ્-૦૫-ય્સ્-૪૧૩૯) ના ચાલક મનોજ રવિન્દ્ર બિરાડે (ઉં.વ. ૪૦, રહે. પ્લોટ નં. ૧૦૬૧, મહાદેવ નગર વિભાગ-૧, ડીંડોલીગામ ઉધના, સુરત સિટી) ઍ તેના હવાલાની ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી વળાંકમાં ભેખડ સાથે ટક્કર મારી ગાડી પલ્ટી ખવડાવી દીધી હતી.આ અકસ્માતમાં ફરિયાદી પરાગ સુરેશરાવ બાગલ (ઉં.વ. ૪૦, ધંધો-હીરા ઘસવાનો, રહે. હાલ-સુરત, ઘર નં. ૧૩૩, મહાદેવનગર-૨, ડીંડોલી, સુરત; મૂળ રહે. નિમગુળ, તા. સીંધખેડા, જિ. ધુલીયા, મહારાષ્ટ્ર) ના પત્ની ભારતીબેન પરાગ સુરેશ બાગલ (ઉં.વ. ૩૪) ગાડી નીચે દબાઈ ગયા હતા.  આ ઘટના અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(ઍ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા ઍમ.વી. ઍક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનાની જાણ તા. ૨૨/૧૧/૨૦૨૬ ના રોજ કલાક ૦૯/૩૦ વાગ્યે શામગહાન ઘ્ણ્ઘ્ ખાતે અને કલાક ૧૦/૪૫ વાગ્યે સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી..