Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

ધરાસણામાં ‘બર્ડ વોક વિથ ઍક્સપર્ટ ટોક’ યોજાઈ

ધરાસણામાં ‘બર્ડ વોક વિથ ઍક્સપર્ટ ટોક’ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ આજે ડબલ્યુડબલ્યુઍફની વલસાડ કચેરી (ગુજરાત) દ્વારા ઐતિહાસિક ધરાસણા સ્થળેથી બર્ડ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઍ જ ઐતિહાસિક સ્થળ છે, જ્યાંથી મહાત્મા ગાંધીજીઍ મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. 

અહીં ઍકત્રિત થયેલા સહભાગીઓઍ દરિયાકાંઠાના માર્ગે ખારા અને અર્ધખારા પાણીના વિસ્તારોમાં પક્ષી નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો અને સંસ્થાઓ સાથે જોડાયેલા કુલ ૪૦ લોકોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ બર્ડ વોક દરમિયાન સહભાગીઓઍ ઓસ્પ્રે, પેઇન્ટેડ સ્ટોર્ક, રડી શેલડક, વાયર-ટેઇલ્ડ સ્વેલો, બાર્ન સ્વેલો, કિંગફિશર, સ્પૂનબિલ, આઇબિસ, બી-ઈટર, શ્રાઇક, માર્શ હેરિયર, શિકરા, બ્લેક-વિંગ્ડ સ્ટિલ્ટ્સ સહિત બગલાની વિવિધ પ્રજાતિઓ અને અન્ય સ્થળાંતર કરીને આવતા જળચર પક્ષીઓ મળી ૫૦થી વધુ પ્રજાતિઓનું નિરીક્ષણ કર્યું હતું. પક્ષી નિરીક્ષણ દરમિયાન રસ્તા પર ઝેરી સાપ ‘ક્રેટ’નું હાડપિંજર પણ મળી આવ્યું હતું. મૌતિક દવેઍ આ હાડપિંજર સહભાગીઓને બતાવી સાપની આ પ્રજાતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.સમગ્ર બર્ડ વોક સહભાગીઓ માટે આનંદદાયક, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી અનુભવ બની રહ્ના હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌઍ આ સુંદર આયોજન બદલ ડબલ્યુડબલ્યુઍફની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.