Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

પારડીમાં ‘રન પારડી રન’ યોજાઈ : ૧૨૦૦થી વધુ દોડવીરો જાડાયા

પારડીમાં ‘રન પારડી રન’ યોજાઈ : ૧૨૦૦થી વધુ દોડવીરો જાડાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૨ ઃ પારડીમાં આવેલ વલ્લભ આશ્રમ સંસ્થા દ્વારા આજરોજ તારીખ ૨૨મી નવેમ્બરના રોજ ‘રન પારડી રન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ માં ચાર રાજ્ય સહિત બારસો જેટલા દોડવીરોઍ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો. સમાજમાં અન્ય લોકોનું જીવન બચાવવા માટે દરેક વ્યક્તિ રક્તદાન કરે ઍવા શુભ હેતુથી શરૂ કરવામાં આવેલ આ રન પારડી રન દોડ પારડી પંથકમાં પ્રેરણા સમાન બની ગઈ છે. અહીં વલ્લભ આશ્રમ શાળાના મુખ્ય સંચાલક ૯૫ વર્ષીય પૂજ્ય હરિપ્રસાદદાસજી સ્વામીના વિશેષ ઉપસ્થિતિમાં આજે તારીખ ૨૨મી નવેમ્બરના રોજ વહેલી સવારે ૬ઃ૧૫ કલાકે ‘રન પારડી રન’ કાર્યક્રમ વલ્લભ આશ્રમ સંસ્થાના ટ્રસ્ટી કુશ દિનેશભાઈ સાકરીયાઍ શરૂ કર્યો હતો. જે કાર્યક્રમમાં વલ્લભ આશ્રમ સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરીયા, બાબુભાઈ ગોદાણી, માનવ સેવા આરોગ્ય કેન્દ્રના માજી ચેરમેન ડો. ઍમ. ઍમ. કુરેશી, ટ્રસ્ટી દિનેશભાઈ શાહ, ચેતનભાઇ ચાંપાનેરી, કલ્પેશભાઈ પરમાર, અનિરુદ્ધ પાંચાલ, આશિષભાઈ શાહ, સંજયભાઈ બારીયા સાથે ડો. કિશોરભાઈ, મેરિલ કંપનીના સોહિલભાઈ, પારડીના યુવા સેવાભાવી જેસીંગ ભરવાડ સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ ઍ લીલી જંડી આપી સર્વપ્રથમ ૨૧ કિલોમીટરના દોડવીરોને રવાના કર્યા હતાં. ૨૧ કીમીમાં ભંડારી સમાજના જાણીતા ઍવા કાંતિભાઈ ભંડારી  વિશાળ સંખ્યામાં દોડવીરો ઍ ભાગ લીધો હતો. બાદમાં ૧૦ કિલોમીટર અને પાંચ કિલોમીટરના ૧૨૦૦ જેટલા દોઢ વીરોઍ ‘રન પારડી રન’ વિશેષ કાર્યક્રમમાં દોડ લગાવી હતી શ્રી વલ્લભ આશ્રમ હાઈસ્કૂલથી પારડી ચાર રસ્તા થઈ ડીસીઓ હાઈસ્કૂલ થઈ ઉંમરસાડી પારડી રેલવે સ્ટેશનનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. પારડી પોલીસની મદદથી અને કાર્યકર્તાઓની મદદથી ‘રન પારડી રન’ કાર્યક્રમ સફળ થયો હતો. નાના બાળકોથી વડીલ સુધીના દરેક સમાજના ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સુધીના દડવીરોઍ ‘રન પારડી રન’માં ભાગ લીધો હતો. વલ્લભ આશ્રમ શાળાના ટ્રસ્ટી કુશભાઈ સાકરીયાના જણાવ્યા મુજબ ૧૨૦૦ જેટલા દોડવીરો ઍ ‘રન પારડી રન’માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકો રક્તદાન કરે અને બીજાનો જીવન બચાવે અને દરેક સમાજ ના લોકો જાગૃત થાય તથા ઍમનો સ્વાસ્થ સારો રહે હંમેશા તેઓ ઍક્સરસાઇઝ કરતા રહે અને રક્તદાન કરી સમાજને પ્રેરણા આપે ઍ છ.ે તેઓઍ દરેક મહાનુભાવો જેમણે કાર્યક્રમને સફળ બનાવ્યો ઍમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં દોડવીરોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિશાળ સંખ્યામાં દોઢ વીરોઍ દોડ પૂરી કરી હતી.