Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

વાપી જે ટાઈપ ઓવરબ્રિજ ૧૫ ડિસે.અને ફાટક પાસે સબવે ૩૧ ડિસે. ખુલશેઃ કનુભાઈ

વાપી જે ટાઈપ ઓવરબ્રિજ ૧૫ ડિસે.અને ફાટક પાસે સબવે ૩૧ ડિસે. ખુલશેઃ કનુભાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ રવિવારે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ ૧૮૦ પારડી વિધાનસભાના ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને વિવિધ સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓને સંબોધી દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. નાણા મંત્રી કનુભાઈ ઍ પોતાના ઉદ્બોધનમાં વાપીવાસીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે અમે જે વચનો આપ્યા હતા તે પૂર્ણ થઈ રહ્નાં છે.

વાપી મહાનગરપાલિકાની માંગ પૂર્ણ થયા બાદ હવે પાણી, ડ્રેનેજ, ઍસટીપીના કામો ઝડપથી ચાલી રહ્નાં છે. ૨૫ વર્ષ સુધી પાણીની તકલીફ પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ૧૬૦ કરોડના ખર્ચે દમણગંગા નદી પર ડેમની કામગીરી હવે ચાલુ થશે. વાપી જે ટાઈપ ઓવરબ્રિજ ૧૫ ડિસેમ્બર સુધીમાં કાર્યરત થશે. સાથેજ જૂના ફાટક પાસે સબવે પણ ૩૧ ડિસેમ્બર ઍ ખુલ્લો મૂકવામાં આવશે.

ભાજપ દ્વારા રવિવારે ૧૮૦ પારડી વિધાનસભા વિસ્તારના નાગરિકો અને કાર્યકર્તાઓ માટે યોજાયેલા દિવાળી સ્નેહમિલન  કાર્યક્રમની શરૂઆતમાં જનસંઘી, સમાજના આગેવાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ મનિષ દેસાઈ અને વાપી સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સતિષ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યા હતાં.

કાર્યકરોને સંબોધન કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે ડુંગરામાં ઍસટીપી પ્લાન્ટ બની ચૂક્યો છે. દરિયામાં વહી જતા પાણીના કારણે નામધામાં ૧૬૦ કરોડના ખર્ચે ડેમનું નિર્માણ થવા જઈ રહ્નાં છે. હવે કામગીરી શરૂ થશે. ૧૫ ડિસેમ્બરે વાપી જે ટાઈપ બ્રિજ અને ૩૧ ડિસેમ્બરે અંડરપાસની કામગીરી પૂર્ણ થતાં ફરી ઉજવણી કરીશું. છેલ્લા પાંચ વર્ષમાં અનેક નાના-મોટા પ્રોજેક્ટો પૂર્ણ થયાં છે. વાપી બિલખાડી પહોળી થવાથી વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉકેલાયો છે.

આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીઍમ, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ ઍ.કે.શાહ, નાનુભાઈ બાંભરોલિયા, ઍલ.ઍન.ગર્ગ, યોગેશ કાબરિયા, ભાજપના ચારેય મંડળના પ્રમુખ મનિષ દેસાઈ, વિપુલ પટેલ, પુનિત પટેલ અને અમન ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્ના હતાં. કાર્યક્રમનું માઇક પર સંચાલન અને આભાર વિધિ માજી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ ભાઈ પટેલે આરોપી હતી.