Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

વાપીમાં જવેલર્સ પર હુમલાનો આરોપી ભાગવા જતાં પોલીસનો ગોળીબાર

વાપીમાં જવેલર્સ પર હુમલાનો આરોપી ભાગવા જતાં પોલીસનો ગોળીબાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ વાપીમાં જ્વેલર્સ સંચાલકના પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરવાના ચકચારી કેસમાં વધુ ઍક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓ પૈકી ઍક આરોપીઍ મેડિકલ તપાસ બાદ પરત ફરતી વખતે પોલીસ જીપમાં જ પોલીસ કર્મચારીનું ગળું દબાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં લ્બ્ઞ્ના ભ્ત્ પરમારે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ઍક રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી. આ ઘટનામાં ૫ીઆઈ પરમારને ગાલના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે જીપના ચાલક પોલીસ કર્મચારીને પણ ગળાના ભાગે ઈજા થઈ હતી.

પ્રા વિગતો અનુસાર, તાજેતરમાં વાપીના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા અભિષેક જ્વેલર્સના સંચાલકના પુત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, દુબઈની જેલમાં બંધ ઍક ગેંગસ્ટરના ઇશારે જ્વેલર્સ સંચાલકને ધમકાવવા અને હુમલો કરવા માટે આરોપીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કામ માટે દરેક આરોપીને રૂ. ૫૦-૫૦ હજાર આપવાનું નક્કી થયું હતું.

પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં ૮ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ ક્યાં રોકાયા હતા, કયા માર્ગે વાપી આવ્યા હતા, જ્વેલર્સ સંચાલકના પુત્રની ક્યાં અને કેવી રીતે રેકી કરી હતી સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી હતી.

આ તપાસના ભાગરૂપે આજે રવિવારે બપોરે આરોપી યુગરાજ ઉર્ફે યુગરાજસિંહની મેડિકલ તપાસ કરાવી પોલીસ પરત ફરી રહી હતી. તે દરમિયાન વાપીના અંડરબ્રિજ પાસે પોલીસ જીપમાં સવાર આરોપી જુગરાજ ઉર્ફે યુગરાજસિંહે અચાનક જીપ ચલાવી રહેલા કર્મચારીના ગળામાં પોતાના હાથમાં બાંધેલી હથકડી ભરાવી દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને જીપમાંથી ભાગવાની કોશિશ કરી હતી. આ દરમિયાન બાજુમાં બેઠેલા ઍસઓજી પીઆઈ પરમારે આરોપીને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઍ હથકડીવાળા હાથથી તેમના પર હુમલો કર્યો હતો, જેમાં દિનેશ પરમારના કપાળના ભાગે ઈજા પહોંચી હતી. પરિસ્થિતિ વણસતાં અને આરોપીને કાબૂમાં લેવા માટે પીઆઈ પરમારે પોતાની ગનમાંથી ઍક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપી જુગવિંદર સિંહના પગમાં વાગતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત આરોપી, પીઆઈ પરમાર અને પોલીસ જીપના ચાલકને તાત્કાલિક સારવાર માટે વાપીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ડીવાયઍસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.