નાનાપોંઢામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું
- byDamanganga Times
- 23 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૨૨ ઃ આજ રોજ તારીખ ૨૨/૧૧/૨૦૨૬ ના રોજ ઍક જ દિવસે અને ઍક જ સમયે ગુજરાત રાજ્ય માં ૧૮૨ વિધાનસભા બેઠકો પર ભાજપ નુ નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયા હતા. જેના ભાગરૂપે ૧૮૨ - કપરાડા વિધાનસભા નું ભાજપ નું નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ નાનાપોંઢા ઍન. આર રાઉત હાઈસ્કૂલ ખાતે યોજાયું હતું. જેમાં મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકરો હાજર રહ્ના હતા. આ સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત ભાજપ ના પીઢ કાર્યકર અને પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉતે અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઍ મોટી સંખ્યા માં ઉપસ્થિત કાર્યકરો ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્ય ની ૧૮૨ વિધાનસભા બેઠકો પર ઍક જ દિવસે અને ઍક જ સમયે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજવા માં આવ્યું હતું. જેમાં દરેક કાર્યક્રમો દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ગુજરાત ભાજપ -પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા નું જીવંત પ્રસારણ કાર્યકર્તાઓ ઍ સાંભળ્યું હતું. જે ને લઈ નાનાપોંઢા ખાતે યોજાયેલ કપરાડા વિધાનસભા નું નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટીસંખ્યાસ માં ભાજપ ના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અને કાર્યક્રમ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા નું જીવંત પ્રસારણ ખૂબ જ શાંતિ પૂર્ણ રીતે સંભાળ્યું હતું.
આ કાર્યક્રમ માં નાનાપોંઢા તાલુકા પંચાયત ના પ્રમુખ મનીષાબેન પટેલ,કપરાડા વિધાનસભા પ્રભારી શૈલેષભાઈ પટેલ, તાલુકા - જિલ્લા પંચાયત ના સદસ્યો, તાલુકા - જિલ્લા ભાજપના સંગઠનના હોદેદારો ,સરપંચો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા.
