Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

ધરમપુર તાલુકા ભાજપ પરિવારનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું

ધરમપુર તાલુકા ભાજપ પરિવારનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૨૨ ઃ ધરમપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા નૂતન વર્ષના પાવન અવસરે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ -સંગે ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોઍ ઍકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સંગઠનની ઍકતા તથા વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.

સમારોહને સંબોધતા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાઍ જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકાર વચ્ચેના સુદૃઢ સંકલનના પરિણામે આજે રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી વિકાસની ગતિ તેજ બની છે. સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે.

ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોની ગાથા વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી અંતરિયાળ વિસ્તારોમાં પણ ૧૦૮ ઍમ્બ્યુલન્સ સેવા, આયુષ્માન કાર્ડ, આવાસ યોજના, માર્ગ સુવિધા, હાઇટેક સરકારી હોસ્પિટલો અને અત્યાધુનિક શાળાઓનું નિર્માણ શક્ય બન્યું છે.

વધુમાં તેમણે કિસાન સન્માન નિધિ, આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી, આદિમ જૂથો માટેની વિશેષ યોજનાઓ, ડિજિટલ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ઝ઼ગ્વ્) જેવી વ્યવસ્થાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડીબીટીના માધ્યમથી સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓના ખાતામાં પહોંચતા પારદર્શિતા અને સુશાસનને વેગ મળ્યો છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલ સંબોધનનું પણ ઉપસ્થિત મહાનુભાવોઍ નિહાળ્યું હતું.