બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરમાં નેશનલ પલ્સ પોલિયો કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 23 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૨ ઃ બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નેશનલ પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ પોલિયો પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર બીલીમોરા શહેરમાં કુલ ૨૨ બુથ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં ૦ થી ૫ વર્ષના તમામ ભૂલકાંઓને પોલિયો વિરોધી રસીના બે બૂંદ પીવડાવી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. મુસાફરી કરતા પરિવારોના બાળકો રસીથી વંચિત ન રહી જાય તે હેતુથી બીલીમોરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ બે ટ્રાન્ઝિટ ટીમો દ્વારા ખાસ પોલિયો બુથ કાર્યરત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા બદલ અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. રાજેન્દ્ર ઍમ. ગઢવીઍ અર્બન હેલ્થ સુપરવાઈઝર હિરેનભાઈ, અક્ષયભાઈ અને સમગ્ર આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ મનિષભાઈ, શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ, પ્રજ્ઞેશભાઈ, મલંગભાઈ, સુમિત્રાબેન તેમજ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. રાજેન્દ્ર ઍમ. ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્ના હતા.
