Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

ધરમપુરથી ફલાઈંગ સ્ક્વોડની ટીમે ૧૧ વાહનો જ કર્યા

ધરમપુરથી ફલાઈંગ સ્ક્વોડની ટીમે ૧૧ વાહનો જ કર્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૨ ઃ ધરમપુર તાલુકાના બારોલીયા ગામે ગેરકાયદેસર ખનન અને માટી ચોરીના મામલે જ કરાયેલા વાહનોને છોડવા બાબતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધરમપુરના ધારાસભ્યઍ  મુદ્દો ઉઠાવતા ચર્ચાનો વિષય બન્યો છે.

ધરમપુર તાલુકાના બારોલીયા ગામે ગેરકાયદેસર ખનન અને માટી ચોરીના મામલે જ કરાયેલા વાહનોને છોડવા બાબતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં 

ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે આ બેઠકમાં જ કરાયેલા વાહનો છોડવા માટે કલેક્ટર સમક્ષ જાહેરમાં રજૂઆત કરી હતી, જેના જવાબમાં કલેક્ટરે નિયમ મુજબ દંડની વસૂલાત બાદ જ તમામ વાહનો મુક્ત કરવામાં આવશે તેવું સ્પષ્ટ વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ બારોલીયા ગામે ગેરકાયદેસર ખનન અને માટીની ચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે  ફલાઈંગ સ્ક્વોડની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ૧૧ ડમ્પર અને ઍક ઍક્સકેવેટર મશીન સહિત અંદાજે રૂ. ૪ કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને સીઝ કરવામાં આવ્યો હતો. 

સ્થાનિક તંત્રની કામગીરી પર ઉઠ્યા હતા સવાલો બારોલીયા ગામ વલસાડ જિલ્લાના ખાણ-ખનિજ વિભાગની હદમાં આવતું હોવા છતાં સુરતની ફલાઈંગ સ્ક્વોડે અહીં આવીને દરોડો પાડવો પડ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક ખાણ-ખનિજ વિભાગની દેખરેખ અને કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા કે વિસ્તારમાં મોટા પાયે ખનન ચાલતું હોવા છતાં સ્થાનિક અધિકારીઓને તેની જાણ કેમ ન થઈ. સંકલન બેઠકમાં વાહનો છોડવાની રજૂઆત અને ત્યારબાદ કલેક્ટર દ્વારા દંડ વસૂલીને વાહનો છોડવાના નિર્ણયની ચર્ચાઓ વચ્ચે, હવે આ સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્ર અને ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનનના મુખ્ય સંચાલકો તથા જવાબદારો સામે નિયમોનુસાર  કાયદેસરની કાર્યવાહી અને દંડની વસૂલાત કરવામાં આવે છે, તેના પર સૌની નજર ટકી છે.