Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

ધરમપુર-કપરાડામાં આજે પણ જીવંત છે ડાંગર છૂટું પાડવાની જૂની પરંપરા

ધરમપુર-કપરાડામાં આજે પણ જીવંત છે ડાંગર છૂટું પાડવાની જૂની પરંપરા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૨૨ ઃ આધુનિક ખેતીમાં ટેક્નોલોજી અને મશીનરીનો વ્યાપ સતત વધી રહ્ના છે, ત્યારે ધરમપુર, કપરાડા, નાનાપોંઢા વિસ્તારમાં આજે પણ ખેતીની ઍક જૂની પરંપરા જળવાઈ રહી છે. ડાંગરની કાપણી બાદ તેમાંથી દાણા છૂટા પાડવા માટે અહીંના કેટલાક ખેડૂતો આજે પણ પરંપરાગત પદ્ધતિને પ્રાધાન્ય આપી રહ્ના છે.

  આ પદ્ધતિમાં લાકડાના પાટિયાં વચ્ચે ડાંગરની પુળીઓ ગોઠવી તેને જોરથી પછાડવામાં આવે છે. આ રીતે મહેનતપૂર્વક કરવામાં આવતી પ્રક્રિયાથી ડાંગરના દાણા અલગ કરવામાં આવે છે. આ કામગીરીમાં મહિલાઓ અને ખેતમજૂરો સામૂહિક રીતે જોડાઈને પરંપરાગત ખેતીનો વારસો આગળ ધપાવી રહ્ના છે.

  ખેડૂતોના મતે આ પદ્ધતિનો ઍક મોટો ફાયદો ઍ છે કે ડાંગરની પુળીઓની લંબાઈ અને અખંડિતતા જળવાઈ રહે છે. મશીન દ્વારા ડાંગર છૂટું પાડતી વખતે પુળીઓનો આગળનો ભાગ તૂટી જવાની શક્યતા રહે છે, જેના કારણે તે નાની થઈ જાય છે. પરિણામે બજારમાં નાની પુળીઓના ઓછા ભાવ મળે છે, જ્યારે લાંબી અને આખી પુળીઓના સારા ભાવ મળતા હોવાનું ખેડૂતો માને છે.

  બીજી તરફ ખેતીમાં આધુનિક યંત્રોનો વધતો ઉપયોગ ખેતમજૂરો માટે રોજગારીની તકોને પણ અસર કરી રહ્ના છે. આવા સંજોગોમાં પરંપરાગત પદ્ધતિથી ડાંગર છૂટું પાડવાની કામગીરી સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં પણ મદદરૂપ બની રહી છે.

  આમ, આધુનિકતાના પ્રવાહ વચ્ચે ધરમપુર કપરાડા વિસ્તારમાં ખેડૂતો દ્વારા જાળવી રાખવામાં આવેલી આ પરંપરાગત ખેતી પદ્ધતિ માત્ર પાક સંભાળવાની રીત નથી, પરંતુ ગ્રામ્ય જીવનની મહેનત, અનુભવ અને પરંપરાગત જ્ઞાનનું પણ ઍક આગવું ઉદાહરણ બની રહી છે.