Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

કપરાડામાં જનજાતીય ગૌરવ સાહ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું

કપરાડામાં જનજાતીય ગૌરવ સાહ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું


વલસાડ, તા.૨૨ ઃ  ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં જનજાતીય ગૌરવ સાહની ઉજવણી થઈ રહી છે ત્યારે અંતિમ દિવસે તા. ૧૮ નવેમ્બરને બુધવારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કપરાડા તાલુકાના કોલેજ રોડ પર કોમ્યુનિટી હોલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું. 

માતાઓ, બહેનો અને દીકરીઓના આત્મવિશ્વાસ અને સશક્તિકરણ માટે આયોજિત મહિલા સંમેલનને સંબોધતા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે, દરેક વ્યક્તિને પોતાના સમાજનું સ્વાભિમાન હોવું જોઈઍ, તો જ સમાજ અને દેશનો વિકાસ થઈ શકે છે. આદિવાસી સમાજના વિકાસ, ઍકતા, સંગઠિતતા અને દેશની આઝાદી માટે ભગવાન બિરસા મુંડાઍ માત્ર ૨૫ વર્ષની વયે બલિદાન આપ્યું હતું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઍ ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ તા. ૧૫ નવેમ્બરને સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજ્જવવાની શરૂઆત કરી આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું છે. 

મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરી નાયબ મુખ્ય દંડક વિજયભાઈ ઍ વધુમાં જણાવ્યું કે, પહેલા બહેનો ઘરકામ, મજૂરી તેમજ બાળકોનો ઉછેર કરતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ દીકરીઓ શિક્ષણ મેળવે તે માટે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી, નોકરીમાં અને રાજકીય ક્ષેત્રે મહિલા અનામત તેમજ સખી મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. આજે બહેનો ગામ, તાલુકો જિલ્લો, રાજ્ય અને દેશ ચલાવી રહી છે. બહેનોને માન સન્માન આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીઍ કર્યું છે. મહિલાઓને પણ અપીલ છે કે, તમે બાળકોને જંક ફૂડ અને ફૂડ પેકેટ આપવાને બદલે આપણી આદિવાસી પૌષ્ટિક વાનગી જ ખવડાવજો, તો જ આપણું બાળક તંદુરસ્ત બનશે. આદિવાસી ભોજનમાં ઍટલી તાકાત છે કે, તે કુપોષણને નાબૂદ કરી શકે છે. મહિલાઓમાં અપાર શક્તિ છે કે, તેઓ પરિવર્તન લાવી શકે છે ઍમ જણાવી નાયબ મુખ્ય દંડક ઍ  સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો, સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતક્૨૦૨૭ ના સપનાને સાકાર કરવા બહેનોને પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. 

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીઍ સરકાર ડગલે ને પગલે બહેનોની ચિંતા કરી રહી હોવાનું જણાવી વધુમાં કહ્નાં  કે, બાળક ગર્ભમાં હોય ત્યારથી સરકાર માતા અને બાળકની ચિંતા કરી પૌષ્ટિક ખોરાક, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે સમય સમય પર હેલ્થ ચેકઅપ અને બાળકને ફ્રીમાં શિક્ષણ મળે તે માટેની સુવિધા કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આદિવાસી સમાજના વિકાસને પ્રાધાન્ય આપી રસ્તા, પાણી, સિંચાઈ અને વીજળી સહિતની સુવિધા આપી છે. ધારાસભ્ય જીતુભાઇઍ બહેનોને ખાસ જણાવ્યું કે, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો રિલ્સ જોઈ રહ્ના છે, પરંતુ તેમાંથી શુ સારું ગ્રહણ કરી શકાય તે શીખજો. મહિલા ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે ઍટલી અસીમ શક્તિ ધરાવે છે. 

આ પ્રસંગે મહિલા વક્તા તરીકે પ્રદેશ સંગઠનના મહિલા મોરચાના કારોબારી સભ્ય હેમલતાબેન રાણાઍ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી નવી પેઢી પ્રેરણા મેળવી રહી છે, તેમના જીવનમાંથી ત્રણ મુખ્ય સંદેશ સમાજની ઍકતા, પોતાના હકક અને સ્વાભિમાન માટે જાગૃત્તા અને શિક્ષણ દ્વારા સમાજના વિકાસને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજના અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા મહિલાઓને આહવાન કર્યું હતું. 

જિલ્લા પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકીઍ જણાવ્યું કે, સમાજની તમામ બહેનોનું સશક્તિકરણ થાય ત્યારે જ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય છે. વધુમાં તેમણે મહિલાઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને આર્થિક ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાની માહિતી આપી તેનો લાભ લઇ વિકાસ કરવા આહવાન કર્યું હતું. 

મહાનુભાવોના હસ્તે ભગવાન બિરસા મુંડા અને ભારત માતાનું પૂજન કરાયું હતું. વિવિધ યોજનાના લાભાર્થી મહિલાઓઍ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. મહિલા સભા અન્વયે સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરી સહિતના ચાર લાભાર્થીને ટેક હોમ રાશન (વ્ણ્ય્)નો લાભ આપવામાં આવ્યો હતો. આ સિવાય વ્હાલી દીકરી યોજનાના બે અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ઍક લાભાર્થીને મંજુર થયેલી રકમના હુકમનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઇ ગાંવઢા, નાનાપોંઢા તાલુકા પંચાયતના પ્રમુખ મનીષાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, તકેદારી વિભાગના મદદનીશ કમિ‘ર વિક્રાંત થોરાટ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સ્વાગત પ્રવચન, આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાકડકોપર ગામના તલાટી સંજયભાઈ પટેલે કર્યું હતું.