Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

વાપીના વોર્ડ નં. ૧૧ના ભાજપા સમર્થકો પણ રેલીમાં જાડાયા

વાપીના વોર્ડ નં. ૧૧ના ભાજપા સમર્થકો પણ રેલીમાં જાડાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ  વાપી મહાનગરપાલિકાના વોર્ડ ૧૧માંથી ચૂંટાયેલ મહિલા કાઉન્સિલર જેતલબેન પટેલ અને તેમના પતિ, નગરપાલિકાના માજી કાઉન્સિલર મંગેશ પટેલ વોર્ડના સેંકડો કાર્યકરો સાથે ગઈકાલે નીકળેલી લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો રેલીમાં જોડાયા હતા.

રેલી દરમિયાન વોર્ડ ૧૧ના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 

જેતલબેન પટેલ અને મંગેશ પટેલની આગેવાનીમાં કાર્યકરો હાથમાં ભાજપના ધ્વજ અને બેનરો સાથે રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલ કાર્યકરો જોડાયા હતા.