વિદેશની ધરતી પરથી વાપીમાં ખંડણી માટે હુમલો કરાવવાનો પ્રથમ કેસ
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વિદેશની જેલમાં બેસીને ગુજરાતમાં ખંડણી માટે હુમલો કરાવવાની ઘટના હવે માત્ર ફિલ્મી સ્ટોરી રહી નથી. વાપીના જ્વેલર્સ પર થયેલો જીવલેણ હુમલો આ પ્રકારનો પહેલો દસ્તાવેજી કેસ બની ગયો છે, જેમાં દુબઈની જેલમાં બેઠેલા ગેંગસ્ટરે ખંડણી ન મળતા હુમલાનો ઓર્ડર આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈની જેલમાં મર્ડર કેસમાં બંધ હરજિન્દરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોને વાપીના સોની વેપારી પાસે રૂ. ૫ કરોડની ખંડણી માંગી હતી. ખંડણી ન મળતા તેણે જુગરાજને સોપારી આપી હતી. દરેક હુમલાખોરને રૂ. ૫૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ તા. ૧૭ નવેમ્બરના રોજ મહાત્મા ગાંધી માર્કેટમાં જ્વેલર્સના નાના ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ પહેલા ગુજરાતમાં વિદેશથી ધમકીના કોલ આવવાના અનેક કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં ગોલ્ડી બરાડ ગેંગના ઓપરેટિવ આરિફ ઉર્ફે ‘પિસ્તોલ’ની ધરપકડ થઈ હતી, જેમાં દુબઈથી સૂચનાઓ આવતી હોવાનો દાવો કરાયો હતો. ઍ જ રીતે અમદાવાદના ઍક ટેક્સટાઈલ વેપારીને પણ દુબઈથી ધમકી મળી હતી. પરંતુ આ બંને કેસમાં માત્ર ધમકી અને પ્લાનિંગ હતું, ગુજરાતની ધરતી પર ખરેખર હુમલો થયો ન હતો.
બીજી તરફ લોરેન્સ બિ‘ોઈ ગેંગના નામે ખંડણીના કોલનો કેસ પણ ચર્ચામાં છે, પરંતુ તે સાબરમતી જેલનો કેસ છે, વિદેશની જેલનો નહીં.
ઍટલે જો વિદેશની જેલમાંથી ઓર્ડર અને ગુજરાતમાં હુમલો ઍ વાપીનો કેસ અત્યારે ઍકમાત્ર અને પહેલો પુરાવો બને છે. આ ઘટનાઍ ગુજરાત પોલીસ સામે નવો પડકાર ઊભો કર્યો છે કે, વિદેશની જેલમાં બેઠેલા ગુનેગારોની ગુજરાત સુધી પહોંચતી નેટવર્કને કેવી રીતે તોડવી. બાકી ગુજરાત પોલીસનો અત્યાર સુધીમાં રેકર્ડ છે કે ખંડણી કેસમાં કોઈ બચ્યા નથી. આવા કેસ પોલીસે સખ્ત હાથે ડામી દીધા છે.આ કેસમાં પણ ગણતરીના કલાકોમાં હુમલાખોરોને ઝડપી પાડવામાં સફળ રહી છે.
