Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

રવિવારે વાપીમાં ભાજપનું દિવાળી સ્નેહમિલન યોજાશે

રવિવારે વાપીમાં ભાજપનું દિવાળી સ્નેહમિલન યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આગામી તા. ૨૨ નવેમ્બર, રવિવારના રોજ સાંજે ૪ કલાકે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોના ભાજપના કાર્યકર્તાઓને ઍક મંચ પર ઍકત્રિત કરવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમ અંતર્ગત પારડી વિધાનસભા બેઠકનું આયોજન વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વીઆઈઍ ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ તેમજ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને સંબોધન કરશે. સાથે રાજ્યના નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહેશે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત પક્ષના વિવિધ હોદ્દેદારો, સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.