Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

વલસાડ-ધરમપુર પર ટ્રક અડફેટે બાઇકચાલકનું કરુણ મોત

વલસાડ-ધરમપુર પર ટ્રક અડફેટે બાઇકચાલકનું કરુણ મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૦ ઃ  વલસાડ-ધરમપુર માર્ગ પર વલંડી પુલ નજીક સ્મશાન પાસે ગઈકાલે   સાંજે  ટાટા ટ્રાન્સિટ મિક્સર ટ્રક રિવર્સ વાળતી વખતે  બાઇકચાલક ને પરફેક્ટ માં લેતા  ઘટનાસ્થળે ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માત કરનાર  ટ્રકચાલક ફરાર થઈ જતા વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે  

ધરમપુર તાલુકાના પીરુમાળ ગામના ઉપલુ ફળિયામાં રહેતા  લાશીયાભાઈ મોકાશી ગઈકાલે  ગુરુવારે સવારે બાઇક લઈને વલસાડ કામ અર્થે આવ્યા હતા. સાંજે કામકાજ પૂર્ણ કરી તેઓ બાઇક પર પરત ઘરે જઈ રહ્ના હતા ત્યારે વલંડી પુલ પાસે સ્મશાન નજીક ટાટા કંપનીના ટ્રાન્સિટ મિક્સર ટ્રકના ચાલકે રિવર્સમાં વાહન રોડ તરફ વાળતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં લાશીયાભાઈને માથા તથા પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા

 જ્યાં તબીબોઍ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, મૃતક લાશીયાભાઈના નાના ભાઈ સીતારામભાઈ મોકાશી પણ તે જ સમયે વલસાડથી ધરમપુર તરફ જતી બસમાં સવાર થઈને ઘરે જઈ રહ્ના હતા. બસ વલંડી પુલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમણે રસ્તા પર ટ્રકની આગળ પોતાના ભાઈની બાઇક પડેલી  જોતા ભાઇ ઍ દ્રશ્ય જોતા તાત્કાલિક  બસ ને  થોભાવી નીચે ઉતર્યા હતા અને તપાસ કરતાં અકસ્માતની જાણ થઈ હતી. બાદમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ભાઈનું મોત થયાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે સીતારામભાઈ મોકાશીઍ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર ટ્રકચાલકને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.