Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

કેસલી બુલેટ ટ્રેનના સ્ટેશન પાસેથી રૂ. ૧૪ લાખના કોપર કેબલની ચોરી

કેસલી બુલેટ ટ્રેનના સ્ટેશન પાસેથી રૂ. ૧૪ લાખના કોપર કેબલની ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા,તા.૨૦ ઃ બીલીમોરા નજીક કેસલીગામે બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણકાર્ય દરમિયાન ઉપયોગમાં લેવાતા કોપર કેબલની મોટા પાયે ચોરી થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોઍ અલગ અલગ જગ્યાઍ રાખેલા ૧૧ ડ્રમમાંથી રૂ.૧૪ લાખનાં આશરે ૫ હજાર મીટર કોપર કેબલની ચોરી કરી હતી. નવસારી વિજલપોરની ધીરુદાજી ની વાડી વિસ્તારમાં રહેતા અને છેલ્લા પાંચ વર્ષથી ર્ન્ીશ્વસ્ન્ફૂઁ ્રૂ વ્ં્યણુશ્વં (ન્્રૂવ્) કંપનીમાં ત્ય્ ઍડમિન તરીકે નોકરી કરતા મહેશભાઈ જગદીશભાઈ પટેલ (ઉં.૨૩)ઍ આ અંગે બીલીમોરા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. ગત તા.૧૬ નવેમ્બરના રોજ સવારે તેઓ સાઇટ પર પહોંચ્યા ત્યારે કંપનીના સિક્યુરિટી ફિલ્ડ ઓફિસર સાગરભાઈઍ જાણ કરી હતી કે રાત્રિના ૧ થી ૨ વાગ્યાના અરસામાં અજાણ્યો ઇસમ કોપર કેબલની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્ના હતો. આ અંગે તપાસ કરતાં સિક્યુરિટી ગાર્ડ અભિષેક કુમાર અને ઍન્જિનિયર શંકરકુમાર યાદવ સાથે સ્થળ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન સ્ટેશનની પાછળ આવેલી ચીકુની વાડીમાં અલગ અલગ જગ્યાઍ કુલ ૧૧ ખાલી ડ્રમ મળી આવ્યા હતા. તપાસમાં આશરે ૫ હજાર મીટર કોપર કેબલની ચોરી થઈ હોવાનું જણાયું હતું. તા.૭ ઓક્ટોબર થી ૧૬ નવેમ્બર દરમિયાન અલગ અલગ સમયે આ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આથી કંપનીના અધિકારીઓને જાણ કરી મહેશભાઈઍ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બીલીમોરા પોલીસ મા ફરિયાદ નોંધાવી છે.