ડુંગરીના નવનિર્મિત ગ્રા.પં. ભવનનું ઉદ્દઘાટન
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ પારડી તાલુકાના ડુંગરી ગામમાં ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી નવનિર્મિત પંચાયત સચિવાલયના મકાનનું શુક્રવાર, તા. ૨૦ નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રિબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડુંગરી ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલ, સંગઠનના મહામંત્રી મુકેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કેતન પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે સલ્યુટ તિરંગા ઍન જી ઓ ના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. તેમનુ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું સાથે આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈનું ઉપસ્થિત આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા પંચાયત સચિવાલયના નિર્માણથી ગ્રામજનોને પંચાયતને લગતી કામગીરી માટે સુવિધાયુક્ત માળખું ઉપલબ્ધ થશે.
