વાપીમાં ભાજપની પદયાત્રાને અનાવિલ સમાજ દ્વારા સમર્થન
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વલસાડ જિલ્લા ભાજપ અને કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં ગઈકાલે વાપી ખાતે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ના સૂત્ર સાથે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાને શહેરમાં ઠેરઠેર વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો.
પદયાત્રાનો પ્રારંભ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ચોકથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અંબે માતા મંદિર સર્કલ, જ્ઞાનધામ સ્કૂલ, ઉમિયા ચોક અને રેમન સર્કલ થઈ વંદે માતરમ ચોકથી પસાર થઈ ફરી શ્યામજી કૃષ્ણ વર્મા સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી.
આ દરમિયાન વાપી અનાવિલ સમાજના અગ્રણીઓઍ પદયાત્રાનું સ્વાગત કર્યું હતું.
જેમાં પરેશભાઈ દેસાઈ હર્ષદભાઈ દેસાઈ, દર્પણ દેસાઈ, જીતેન્દ્ર દેસાઈ, ગીરીશભાઈ દેસાઈ ડોક્ટર સુકેતુ દેસાઈ, કેતન જાશી, સુમિત દેસાઈ, અમિત દેસાઈ દેવલબેન દેસાઈ, પારુલબેન દેસાઈ, ચાર્મી દેસાઈ, નેહલ નાયક સહિત વાપી અને પારડી વિસ્તારના અનાવિલ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા અને આ લોકતંત્ર બચાવો રાજકતા હટાવો અંગેની પદ યાત્રા નું સ્વાગત કરી તેને સમર્થન આપવામાં આવ્યું હતું.
