Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

અોવાડા અને ઠક્કડવાડામાંથી ત્રીજા દીપડો પાંજરે પુરાયો

અોવાડા અને ઠક્કડવાડામાંથી ત્રીજા દીપડો પાંજરે પુરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ તાલુકાના ઓવાડા અને ઠક્કડવાડા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની લટારથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના હતો. જોકે, વન વિભાગની સતર્કતા અને સતત કામગીરીના પગલે ઍક જ અઠવાડિયામાં ત્રીજો દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોઍ મોટી રાહત અનુભવી છે.

વલસાડ તાલુકા ના ઓવાડા અને ઠક્કડવાડા ગામની સીમમાં દીપડાની અવરજવર વધી જતાં ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. ગ્રામજનોની રજૂઆતને પગલે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગની આ કવાયત સફળ રહી હતી અને ગત રાત્રિ દરમિયાન વધુ ઍક દીપડો પાંજરામાં કેદ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાંથી છેલ્લા સાત દિવસમાં આ ત્રીજો દીપડો ઝડપાયો છે. અગાઉ પણ બે દીપડા પાંજરે પુરાયા હતા, અને હવે ત્રીજો દીપડો પકડાતા ખેતરોમાં કામ કરવા જતા મજૂરો અને ગ્રામજનોઍ રાહતનો શ્વાસ લીધો છે.

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાંજરે પુરાયેલા દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી છે. જોકે, હજુ પણ આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ દીપડો ન હોય તેની ખાતરી કરવા વન વિભાગ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે.