Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

અતુલના ઉપસરપંચને ડીડીઅોની શોકોઝ

અતુલના ઉપસરપંચને ડીડીઅોની શોકોઝ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતમાં જાહેર જનતાના નાણાંનો દુરુપયોગ અને વહીવટી ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ બાદ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અતુલ ગ્રામ પંચાયતના તત્કાલીન ઉપસરપંચ ને  ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ ૫૭(૧) હેઠળ સભ્યપદેથી દૂર કેમ ન કરવા તે અંગે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતમાં જાહેર જનતાના નાણાંનો દુરુપયોગ અને વહીવટી ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી  વંદના મીણા  દ્વારા અતુલ ગ્રામ પંચાયતના તત્કાલીન ઉપસરપંચ દર્શલ વિજયભાઈ દેસાઈ વિરુદ્ધ અતુલ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા ૨૩ મે, ૨૦૨૫ના રોજ પંચાયતમાં થયેલી ગેરરીતિઓ અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે વલસાડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ આ પ્રકરણમાં નવેસરથી કાર્યવાહી હાથ ધરી જિલ્લા વિકાસ અધિકારીઍ તત્કાલીન ઉપસરપંચને નોટિસ પાઠવી છે. તપાસ અહેવાલ મુજબ, પંચાયતના ઍક્સિસ અને યુકો બેંક ખાતામાંથી કુલ ૫૮૮ કામોના ચૂકવણા કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૫૮ કામોનો ગ્રામ પંચાયતમાં કોઈ ઠરાવ થયો નથી, અને ૫૮૮માંથી માત્ર ૧ કામની જ વહીવટી મંજૂરી તથા કામ પૂર્ણતા પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું છે. આમ, ૫૮૭ કામોના ચૂકવણા પ્રમાણપત્ર વિના જ કરી દેવાયા હોવાનું જણાવાયું છે.  સરકારના પરિપત્રની અવગણના કરીને પંચાયતના સ્વભંડોળના નાણાકીય વ્યવહારોમાં ઉપસરપંચ તરીકે વધારાની સહી દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કોરા અને બેરર ચેક પર સહી કરાવી લેવાના આક્ષેપો પણ સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે. દેસાઈ ઈલેક્ટ્રીકલ, ડી.પી. મીડિયા લાઈન, ભાગ્ય ઈન્ફોટેક અને સાંઈ ઈલેક્ટ્રીકલ જેવી વિવિધ ઍજન્સીઓના સ્ટ્રીટ લાઈટ અને અન્ય ખરીદીના બિલો, વાઉચર તથા ચેક સ્વીકાર્યાની પહોંચમાં ખુદ ઉપસરપંચ દર્શલ દેસાઈની સહી અને મોબાઈલ નંબર જોવા મળ્યા હોવાનો ઉલ્લેખ નોટિસમાં કરાયો છે.  ખરીદી માટે ઞ્ફૂપ્ પોર્ટલની પદ્ધતિને બદલે મૌખિક ઓર્ડર આપી ખરીદી કરાઈ હોવાનું તેમજ પંચાયત કક્ષાઍ કામ કરતી ચાર જેટલી ઍજન્સીઓનું સંચાલન ખુદ દર્શલ દેસાઈ કરતા હોવાના આક્ષેપો અંગે પણ ખુલાસો મંગાયો છે. જિલ્લા વિકાસ અધિકારીઍ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ઉપસરપંચ તરીકેના સમયગાળા દરમિયાન ફરજ પ્રત્યે બેદરકારી અને હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ કેમ પગલાં ન લેવા તે અંગે દિન-૧૫માં કચેરીઍ રૂબરૂ હાજર રહી લેખિત ખુલાસો રજૂ કરવો. જો સમયમર્યાદામાં ખુલાસો રજૂ નહીં કરાય તો નિયમોનુસાર આગળનો નિર્ણય લેવામાં આવશે.