અમલસાડમાં ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૦ ઃ નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા ગણદેવી તાલુકાની અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિ. ખાતે આંબા અને ચીકુ પાકની ઉત્પાદકતા વધારવા માટે તાંત્રિક માર્ગદર્શન વિષય પર મંડળી પ્રમુખ નિમેશ નાયક સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઍક દિવસીય તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બદલાતા હવામાન વચ્ચે આંબા અને ચીકુ પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવાના હેતુથી યોજાયેલા આ સેમિનારમાં અમલસાડ અને આસપાસના ગામોના ૨૪૦થી વધુ ખેડૂતોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક ડી. કે. પડાલિયાઍ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. ઍમ. નાયકે આંબા-ચીકુની સાથે બદલાતા વાતાવરણમાં કોકોના વાવેતર અંગે ઉપયોગી સૂચન કર્યું હતું.
આ શિબિરમાં આસ્પી કોલેજના ફળ વિજ્ઞાન વિભાગના વડા ડો. બી. ઍમ. ટંડેલે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, ગણદેવી ફળ સંશોધન કેન્દ્રના વડા ડો. ભટ્ટે ચીકુ પાકની વિસ્તૃત માહિતી તેમજ પાક સંરક્ષણ વિભાગના વડા ડો. પી. આર. પટેલે બંને પાકોમાં આવતી જીવાતોના અસરકારક નિયંત્રણ અંગે તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કૃષિ તજજ્ઞ નિર્મલસિંહ યાદવે દેશ-વિદેશની આધુનિક ખેતીના અનુભવો વહેંચ્યા હતા અને અમદાવાદથી ઓનલાઈન જોડાયેલા ખ્ભ્ચ્ઝ઼ખ્ ના નિષ્ણાતે ફળોની નિકાસના નિયમો તથા સરકારી સહાય અંગે માહિતી આપી હતી.
અંતે, ખેડૂતોને આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી બાગાયતી ખેતીને વધુ નફાકારક બનાવવા અનુરોધ કરાયો હતો.
