Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

નવસારીમાં DGVCL ની ગ્રામ્ય-શહેર વિભાગીય કચેરીના મકાનનું ભૂમિપૂજન યોજાશે

નવસારીમાં DGVCL ની ગ્રામ્ય-શહેર વિભાગીય કચેરીના મકાનનું ભૂમિપૂજન યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નવસારી, તા. ૨૦ ઃ શુક્રવાર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઝ઼ઞ્સ્ઘ્ન્) દ્વારા નવસારી ગ્રામ્ય-શહેર વિભાગીય કચેરી તથા નવસારી ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના  મકાનનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાનાર છે. આ  ભૂમિપૂજન કાર્યક્રમ  તા. ૨૧-૧૧-૨૦૨૬ ના રોજ સવારે ૯-૦૦ કલાકે કબીલપોર, નવસારી ખાતે ભારત સરકારના કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે યોજાશે.

   આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ  નિરાલીબેન નાયક, જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા વિશેષ ઉપસ્થિતિ રહેશે.