બીલીમોરામાં મહિલા સભા યોજાઈ
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૦ ઃ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ સાહના ભાગરૂપે બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પરિસરના મોહનલાલ ચુનીલાલ શાહ સાંસ્કૃતિક ભવન ખાતે બુધવારે મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પાત્ર લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે મંજૂરી હુકમો ઍનાયત કરાયા હતા.
સભા દરમિયાન ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર, તેમના સંઘર્ષ અને આદિવાસી સમાજની અસ્મિતા તથા અધિકારોના રક્ષણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. તેમના સાહસ અને સ્વાભિમાનના આદર્શોને જીવનમાં ઉતારી સમાજના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવા મહિલાઓને પ્રેરણા આપવામાં આવી હતી. આ ઉપરાંત, મહિલાઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે અમલી વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી છેવાડાની મહિલાઓ સુધી તેના લાભ પહોંચાડવા પર ભાર મૂકાયો હતો. વક્તાઓઍ જણાવ્યું હતું કે શિક્ષણ અને સમાન તકો થકી આત્મનિર્ભર બનેલી મહિલાઓ પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ, ગણદેવી પાલિકા પ્રમુખ અનિતા ભંડારી, નીરવ ટેલર, શાંતિલાલ પટેલ, પ્રગ્નેશ પટેલ, ઉર્વશી પાટીલ, સુમિત્રાબેન પટેલ સહિત વિવિધ સમિતિઓના સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
