Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

દ.ગુ. ઝોનના સંયુકત માહિતી નિયામકે ડાંગની મુલાકાત લીધી

દ.ગુ. ઝોનના સંયુકત માહિતી નિયામકે ડાંગની મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

આહવા, તા. ૨૦ ઃ માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની માહિતી નિયામકની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળની ડાંગ જિલ્લા માહિતી કચેરી- આહવાની સાઉથ ગુજરાત ઝોનના વડા ઍવા  જોઈન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન અરવિંદ મછારે આકસ્મિક મુલાકાત લીધી હતી.

દરમિયાન કચેરીના કર્મચારીઓની કામગીરી સહિત તેમની હાજરી, અને નિયમિતતા જેવા મુદ્દે વિશેષ તકેદારી રાખવા સાથે, કચેરીના પડતર પ્રશ્નો, બાકી તુમારો, અને જિલ્લા માહિતી કચેરીના નવા મકાન બાંધકામ બાબતે ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત લઈ ઉપયોગી સૂચનો કર્યા હતા.

આ વેળા ઈન્ચાર્જ સહાયક માહિતી નિયામક મનોજ ખેંગારે કચેરી કામગીરી સહિત માહિતી ભવનના બાંધકામ બાબતે થ્ઝ઼ત્  મછારને પૂરક વિગતો રજૂ કરી હતી.

થ્ઝ઼ત્ ની આ મુલાકાત વેળા ડાંગ જિલ્લા માહિતી કચેરીના તમામ કર્મયોગીઓઍ ઉપસ્થિત રહી, તેમની પોતાની કામગીરીથી ઝોનલ ડાયરેક્ટેને અવગત કરાવ્યા હતા.