ઉમરગામના સી.ઍ.ઍ યુરોપમાં વૈશ્વિક રોકાણકારો સાથે બેઠકો યોજી
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૦ ઃ ઉમરગામ માટે ગૌરવની ક્ષણ સમાન સમાચાર સામે આવ્યા છે. ઉમરગામના જાણીતા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ (ઘ્ખ્) અને ઉદ્યોગ-રોકાણ ક્ષેત્રે સક્રિય ઘ્ખ્ ચિંતન શાહ ગુજરાત સરકારના સત્તાવાર પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે યુરોપના ત્રણ મહત્વપૂર્ણ દેશો ફ્રાન્સ, જર્મની અને નેધરલેન્ડ્સના પ્રવાસે જોડાયા છે. સ્થાનિક સ્તરેથી આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલી તેમની આ સિદ્ધિથી ઉમરગામ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ આ ત્રણ યુરોપિયન દેશોની મુલાકાતે છે. આ પ્રતિનિધિમંડળમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગ અને રોકાણ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ આકર્ષવાનો, આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક સહયોગ વધારવાનો અને ગુજરાતને વૈશ્વિક રોકાણના અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રવાસ દરમિયાન વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, વેન્ચર કેપિટલિસ્ટ્સ તથા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠકો અને ચર્ચાઓ યોજાઈ રહી છે. યુરોપિયન કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરી નવી વ્યાપારી તકો ઊભી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્ના છે.ઘ્ખ્ ચિંતન શાહ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, પ્લ્પ્ચ્ ક્ષેત્ર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે સક્રિય કામગીરી કરી રહ્ના છે. નવા ઉદ્યોગો સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું, ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવું અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર તેઓ સતત કાર્યરત છે. ખાસ કરીને ઉમરગામ જેવા ઔદ્યોગિક વિસ્તાર સાથે સંકળાયેલી વ્યક્તિને ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળમાં સ્થાન મળવું ઍ સ્થાનિક વિસ્તાર માટે વિશેષ ગૌરવની બાબત છે. ઘ્ખ્ ચિંતન શાહની આ આંતરરાષ્ટ્રીય ભાગીદારી ઉમરગામની પ્રતિભા અને ક્ષમતાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવતી સિદ્ધિ બની છે. સ્થાનિક સ્તરેથી વૈશ્વિક મંચ સુધી પહોંચેલી આ સફર માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, વિદેશી મૂડીરોકાણ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલે તેવી મહત્વપૂર્ણ પહેલ બની શકે છે.
