Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

વલસાડમાં ‘નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન’ સમારોહ યોજાશે

વલસાડમાં ‘નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન’ સમારોહ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વલસાડ, તા. ૨૦ ઃ   વલસાડ વિધાનસભા દ્વારા નવા વર્ષના વધામણા કરવા માટે આગામી તા. ૨૨/૧૧/૨૦૨૬, રવિવારના રોજ  નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ વિધાનસભાના ધારાસભ્ય  ભરતભાઈ કે. પટેલના નિવાસ સ્થાન પાસે આવેલા વલસાડ ના  ભાગડાવડા ગામ ના  દાદિયા ફળિયા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં  સાંજે ૦૪ કલાકે આ કાર્યક્રમ યોજાશે. આ સ્નેહમિલન કાર્યક્રમની વિશેષતા ઍ રહેશે કે તેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ  સંઘવી તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા લાઈવ સંબોધન કરીને કાર્યકરો અને નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. નવા વર્ષનો નવો ઉમંગ, સ્નેહ, ઍકતા અને વિકાસનો સંગૅ ના સૂત્ર સાથે યોજાનાર આ પ્રસંગે વલસાડ વિધાનસભા મતવિસ્તારના તમામ શુભેચ્છકો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરોને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ ઉપસ્થિતો માટે સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.