Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

બાલદામાં નવનિર્મિત ગ્રા.પં. કચેરીનું લોકાર્પણ કરાયું

બાલદામાં નવનિર્મિત ગ્રા.પં. કચેરીનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૦ ઃ પારડી તાલુકાના બાલદા ગામમાં આજરોજ આધુનિક નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા અહીં બાલદા ગ્રામ પંચાયત કચેરીના નવા મકાન માટે પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈઍ ગ્રાન્ટ ફાળવી હતી જે મકાન નિર્માણ પામતા આજરોજ આધુનિક ગ્રામ પંચાયતના મકાનનો લોકાર્પણ પારડીના ધારાસભ્ય અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આધુનિક સુવિધાઓ સાથે ગ્રામ પંચાયતના મકાન બની જતા ગ્રામજનોને રાહત મળશે આ પ્રસંગે બાલદાગામના સરપંચ રાહુલભાઈ પટેલ સાથે તમામ પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન પટેલ બાલદા જિલ્લા પંચાયતના સભ્ય નરેશભાઈ પટેલ પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ માજી પ્રમુખ મહેશભાઈ દેસાઈ બાલદા ગામના આગેવાન જતીનભાઈ દેસાઈ સાથે નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ નાયકા શહેર સંગઠનના પ્રમુખ વિપુલભાઈ પટેલ સહિત આજુબાજુ ગામના સરપંચો તાલુકા પંચાયતના ટીડીઓ સંદીપભાઈ ભગોરા સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા આ ગ્રામ પંચાયતની કચેરી નિર્માણ પામતા ગ્રામજનોને આધુનિક સુવિધાઓ મળી રહેશે અને વર્ષો સુધી ગ્રામ પંચાયતના લોકોને આધુનિક કચેરીની સુવિધા મળી શકશે પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈઍ આ પ્રસંગે ગામના તળાવ ડેવલોપમેન્ટ માટે રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.