ધરમપુરના સ્વ. નાનુભાઈ દેસાઈનો શ્રધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા. તા.૨૦ ઃ વલસાડ જિલ્લા ના બહુધા આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર અને કપરાડા તાલુકા માં ગ્રામસેવા સભા ધરમપુર ના પ્રણેતા (નાનુ દાઢી તરીકેનું હુલામણા નામ થી કીર્તિ પામેલા સ્વ નાનુભાઈ દેસાઈ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ થકી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ની સુવાસ ફેલાવી લાખો લોકો ને શિક્ષિત બનાવવાનું ભગીરથ કાર્ય કરું હતું.
જે ને લઈ સ્વ. નાનુભાઈ દેસાઈ ના અમૂલ્ય કાર્યો ને બિરદાવવા માટે ગ્રામસેવા સભા ધરમપુર ના વર્તમાન પ્રમુખ માધુભાઈ રાઉતના આગેવાની માં શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાય છે.
આજ રોજ ઍન. ઍમ. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ બિલપુડી ખાતે સ્વ. નાનુભાઈ દેસાઈ નો ૩૮ મો શ્રધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાનુભાઈ દેસાઈ ઍ શિક્ષણ માટે કરેલા કાર્યો ને બિરદાવી તેમનું નિખાલસ અને સાદગી ,સેવાભાવી જીવન ને યાદ કરી શ્રધાંજલિ આપી હતી.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ માધુભાઈ રાઉત,ટ્રસ્ટ મંડળ ના સભ્યો ઈશ્વરભાઈ માહલા, રમેશભાઈ ગાંવિત તથા ટ્રસ્ટ મંડળ ના સભ્યો, શાળા સ્ટાફ તથા મોટી સંખ્યા માં આગેવાનો ઉપસ્થિત રહી સ્વ નાનુભાઈ દેસાઈને ભાવપૂર્વક શ્રધાંજલિ અર્પણ કરી હતી.
