વાપીની સેîટ ઝેવિયર્સ સ્કુલમાં ચિલ્ડ્રન ડે ઉજવાયો
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, વાપી ખાતે ૧૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બાળદિવસની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. બાળપણનું મહત્ત્વ સમજાવવા અને બાળકોની પ્રતિભા તથા સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં જ્ઞાન, મનોરંજન, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ વિશેષ પ્રાર્થનાસભાથી થયો હતો. જેમાં પ્રભુ પ્રાર્થના, બાઇબલ વાચન અને વિશેષ પ્રાર્થના બાદ મધુર પ્રાર્થનાગીતો રજૂ કરવામાં આવ્યાં હતાં. શાળાનાં આદરણીય ચેરમેન ડૉ. ઍ. ઍફ. પિન્ટોનો વિશેષ સંદેશ શાળાનાં પ્રેસિડેન્ટ ગ્રેસી ચામડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષકોઍ કવિ સંમેલન દ્વારા પોતાની કાવ્યપ્રતિભા રજૂ કરી ઉજવણીમાં વિશેષ રંગ ઉમેર્યો હતો. વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીઍ આ દિવસને તમામ ઝેવેરાઇટ્સ માટે આનંદમય, પ્રેરણાદાયક અને અવિસ્મરણીય બનાવી દીધો હતો.
