સામરવણીમાં ૨૭ નવેમ્બરે ઞ્લ્વ્ જાગૃતિ અને સહાયતા શિબિર યોજાઈ
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૦ ઃ ભારત સરકારના નાણાં મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (ઘ્ગ્ત્ઘ્)ના નિર્દેશ અનુસાર ૧૦૦ દિવસીય ઞ્લ્વ્ કરદાતા સંપર્ક અને સહાયતા કાર્યક્રમ અંતર્ગત આગામી ૨૭ નવેમ્બર, શુક્રવારે સામરવાણી ગ્રામ પંચાયત ખાતે વિશેષ ઞ્લ્વ્ જાગૃતિ અને સહાયતા શિબિરનું આયોજન કરવામાં આવશે.
સેન્ટ્રલ ઞ્લ્વ્ અને સેન્ટ્રલ ઍક્સાઇઝ, દમણ કમિશનરેટના ડિવિઝન-સ્ત્ત્ દ્વારા આયોજિત આ શિબિર સવારે ૧૦ઃ૩૦ વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિસ્તારના વેપારીઓ, દુકાનદારો, નાના ઉદ્યોગકારો અને સેવા -દાતાઓને ઞ્લ્વ્ નોંધણી સાથે જોડવાનો છે. શિબિરમાં પાત્ર વ્યક્તિઓને ઞ્લ્વ્ નોંધણીની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઇન અરજી અંગે સંપૂર્ણપણે નિઃશુલ્ક માર્ગદર્શન તથા વ્યવહારુ સહાય પૂરી પાડવામાં આવશે.
આ ઉપરાંત નાના વેપારીઓ અને પ્લ્પ્ચ્ ઍકમોને ઞ્લ્વ્ સંબંધિત પડતી સમસ્યાઓના નિરાકરણ તેમજ તેમની ફરિયાદોના નિવારણ માટે ખુલ્લા સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર દ્વારા સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને ઞ્લ્વ્ સંબંધિત પ્રક્રિયાઓ અંગે યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળી રહેશે. આયોજકો દ્વારા સંબંધિત વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગકારોને આ નિઃશુલ્ક શિબિરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
