Damanganga Times.

Damanganga Times.

November 20, 2026

વાપીના અંબા માતા મંદિર રોડ પર થેલામાંથી ચિકનના ટુકડા વેરાયા

વાપીના અંબા માતા મંદિર રોડ પર થેલામાંથી  ચિકનના ટુકડા વેરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ વાપીના અંબા માતા મંદિર પાસેના રસ્તા પર ગઈ કાલે બાઇક પર ઍક થેલામાં મોટી માત્રામાં લઈ જવાતા ચિકનના ટુકડા વેરાયેલા મળી આવતા  લોકોની લાગણી દુભાઈ હતી.સૂત્રોના જણાવ્યા મુજબ, બાઈક પર ચિકન લઈ જઈ રહેલા ચાલક સાથે સ્થાનિક લોકોની બોલાચાલી પણ થઈ હતી. ચાલકે રસ્તા પર પડેલા ચિકનની સફાઈ કરાવ્યા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેના કારણે રસ્તા પર ચિકનના ટુકડા અને લોહી વેરાયેલું રહ્નાં હતું અને ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે નારાજી અને રોષ ફેલાયો હતો.સૌથી મોટો સવાલ ઍ છે કે, ખુલ્લામાં આ રીતે ચિકનનું પરિવહન કેવી રીતે કરવામાં આવી રહ્નાં છે? 

શું માંસને સુરક્ષિત રીતે ઢાંકીને લઈ જવાના નિયમોનું પાલન નથી થતું? રસ્તા પર પડેલા ચિકનને જોઈને લોકોમાં સવાલ ઉઠી રહ્ના છે કે, પોલીસ અને આરોગ્ય ખાતાના અધિકારીઓ જાહેર માર્ગ ઉપર આ રીતે ચિકન મટન લઈ જતા અને ગંદકી ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.