વાપીમાં પેપર મિલ ઍસો.ના પ્રમુખ ઍ.કે. શાહ સાથે SIR પ્રક્રિયા અંગે ચર્ચા
- byDamanganga Times
- 20 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે વલસાડ જિલ્લાના વાપી ખાતે પેપર મિલ ઍસોસિઍશનના પ્રમુખ ઍ. કે. શાહના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન લ્ત્ય્ પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં લ્ત્ય્ જેવી પ્રક્રિયાના હેતુ, તેની કાર્યપદ્ધતિ અને લોકશાહી વ્યવસ્થામાં તેની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમાજના વિવિધ વર્ગો સુધી આ પ્રક્રિયા અંગે સાચી અને તથ્ય આધારિત માહિતી પહોંચે તે માટે શું પ્રયાસો કરી શકાય તે અંગે પણ વિચારોનું આદાનપ્રદાન થયું હતું.
વધુમાં, લ્ત્ય્ પ્રક્રિયા અંગે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આક્ષેપો અને પ્રચારના સંદર્ભમાં પણ ચર્ચા થઈ હતી. આ મુદ્દે લોકોમાં પ્રવર્તતી ગેરસમજ દૂર કરી તથ્ય આધારિત માહિતી લોકો સુધી પહોંચાડવા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.આ મુલાકાતના માધ્યમથી ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે લ્ત્ય્ પ્રક્રિયા અંગે સંવાદ સાધી લોકજાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઅો વાપી હરિયા હોસ્પિટલના ડોકટર ઍસ.ઍસ.સીંગ તથા અન્ય સાથે પણ મુલાકાત કરી હતી.
આ સંયોજક મુલાકાત દરમિયાન પ્રશાંતભાઈ કોરાટ સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા પ્રભારી વિનય શુક્લા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા મહામંત્રી કમલેશભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્ના હતાં.
