Damanganga Times.

Damanganga Times.

November 20, 2026

ધરમપુરમાં ગાયો ભરેલ પીકઅપ સાથે ૧ ઝડપાયો

ધરમપુરમાં ગાયો ભરેલ પીકઅપ સાથે ૧ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૯ ઃ  ધરમપુર પોલીસ દ્વારા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી બોપી ત્રણ રસ્તા નજીકથી ગાયોનું ગેરકાયદેસર રીતે વહન કરતી ટાટા ઇન્ટ્રા પીકઅપ ઝડપી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન બે ગાય સહિત કુલ રૂ. ૫.૧૫ લાખનો મુદ્દામાલ જ કરી ઍક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

પ્રા માહિતી અનુસાર ગતરોજ  ધરમપુર તાલુકાના બોપી ત્રણ રસ્તા પાસે કરંજવેરીથી હનમતમાળ તરફ જતા માર્ગ ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  ફરિયાદી પો. કો કલ્પેશભાઈ ગમનભાઈ ગામિત  ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

 પોલીસ ફરિયાદ મુજબ, મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંવ ખાતે રહેતા કરણ સંતોષ મુલેકરે ગાયો ભરાવી આપ્યા બાદ ટાટા ઇન્ટ્રા પીકઅપ નંબર પ્ણ્-૧૬-ઘ્ઝ઼-૫૯૦૧માં ચાલક મયુર નવનાથ જગતાપ દ્વારા બે ગાયનું ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતું હતું. આ પશુઓના પરિવહન માટે જરૂરી અધિકૃત પરવાનગી ન હોવા ઉપરાંત ઘાસચારા અને પાણીની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે.

  આ મામલે પોલીસે ચાલક મયુર નવનાથ જગતાપને ઝડપી પાડ્યો હતો. જ્યારે વાહનના માલિક મયુર વિધાતે તથા પશુઓ ભરાવનાર કરણ સંતોષ મુલેકર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓ પોલીસ પકડથી બહાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓ ગાયોને મહારાષ્ટ્રના કોપરગાંવ તરફ લઈ જતાં હોવાની ફરિયાદમાં વિગતો દર્શાવવામાં આવી છે.

  પોલીસે કાર્યવાહી દરમિયાન રૂ. ૫ લાખની કિંમતની ટાટા ઇન્ટ્રા પીકઅપ, બે ગાયની રૂ. ૧૦ હજાર કિંમત, રૂ. ૫ હજારનો મોબાઇલ ફોન તથા પશુઓને બાંધવા ઉપયોગમાં લેવાયેલા બે દોરડા મળી કુલ રૂ. ૫.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ધરમપુર પોલીસ સ્ટેશનના ઈ .ચા પોલીસ ઇન્સ્પેક્ટર  ડી.ઍન. વાંઝના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.