મત ઘટતાં કોંગ્રેસ રઘવાઈ બની છે : કનુભાઈ
- byDamanganga Times
- 20 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ વાપીમાં ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં અંદાજે ૯થી ૧૦ હજાર જેટલા લોકો જોડાયા હોવાનો અંદાજ છે. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ પદયાત્રામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી રમણભાઈ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ સત્તાથી દૂર હોવાથી પક્ષના નેતાઓ હતાશામાં નિવેદનો કરી રહ્ના છે. અગાઉ કોંગ્રેસને મળતા મતની ટકાવારી ૫૧ ટકા હતી, જે ઘટીને હવે ૨૧ ટકા થઈ ગઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો. મતની ટકાવારીમાં ૩૦ ટકાનો ઘટાડો થતાં કોંગ્રેસ રઘવાઈ બની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્નાં હતું કે, વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદીઍ દેશની સત્તા સંભાળી ત્યારે માત્ર પાંચ રાજ્યોમાં ભાજપની સરકાર હતી, જ્યારે આજે દેશનાં ૨૨ રાજ્યોમાં ભાજપ અને ઍનડીઍની સરકાર કાર્યરત છે. આ આંકડા દર્શાવે છે કે દેશના લોકોનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે પણ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશના મતદારોઍ કોંગ્રેસને જાકારો આપ્યો છે.
અગાઉ ચૂંટણીમાં હાર થાય ત્યારે કોંગ્રેસ દ્વારા ઇવીઍમને જવાબદાર ઠેરવવામાં આવતા હતા, પરંતુ તાજેતરમાં યોજાયેલી ઍમઍલસીની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હોવા છતાં ૨૮ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો,
જ્યારે કોંગ્રેસ ઍક પણ બેઠક જીતી શકી નહોતી. આ પરિણામો કોંગ્રેસની રાજકીય સ્થિતિ દર્શાવે છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ત્યારબાદ આ પદયાત્રા શ્રી શ્યામ કૃષ્ણ વર્મા ચોકથી નીકળી અંબે માતા મંદિર ધ્યાનધામ સ્કૂલ ઉમિયાધામ ચોક રેમન સર્કલ થી વંદેમાત રમ ચોક થઈ પરત શ્યામજી કૃષ્ણ વર્મા ચોક પર આવી પૂર્ણ કરાય માં આવી હતી આ યાત્રાને ઠેર ઠેર આવકાર મળ્યો હતો સાથે અનેક સ્થળે વિવિધ સમાજના પ્રતિનિધિ મંડળો જેમાં અનાવિલ સમાજ મંડળ, શીખ પંજાબી સમુદાય, સિંધી સુમદાય, બંગાળી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉડીસા સમાજ સહિતના અન્ય સમાજાના અગ્રણીઅોઍે તથા મહિલાઓ સ્વાગત કર્યું હતું.
આ પદયાત્રામાં વલસાડ જિલ્લાના ધારાસભ્યો ભરતભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, રમણભાઈ પાટકર અને અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ કમલેશભાઈ પટેલ અને શિલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, વાપી મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વાપી મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્નાં હતા.
