ઈન્દોર જતી ટ્રેનમાં મુસાફરની રૂ. ૨.૨૯ લાખની મત્તા ચોરાઈ
- byDamanganga Times
- 20 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ ઈન્દોરથી મુંબઈ તરફ જઈ રહેલી ઈન્દોર-દૌંડ ઍક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી ઍક મહિલાના પર્સની અજાણ્યા તસ્કરોઍ મોંઘો મોબાઈલ ફોન અને સોનાની ચેઈન મળી કુલ ૨,૨૯,૦૦૦ની મતાની ચોરી થઈ છે.
અક્ષરતિ થી જૈન રહે રાજસ્થાન નામની મહિલા તેમના પતિ સાથે ગત તા. ૨૬/૧૦/૨૦૨૬ના રોજ ઈન્દોર રેલવે સ્ટેશનથી ઈન્દોર-દૌંડ ઍક્સપ્રેસના કોચ નંબર લ્-૪ માં સીટ નંબર ૭૭ અને ૮૦ પર બેસી મુંબઈ જવા માટે મુસાફરી કરી રહ્ના હતા. રાત્રિના સમયે બંને પતિ-પત્ની ઊંઘી ગયા હતા.
તા. ૨૭/૧૦/૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૦૨૩૦ વાગ્યે જ્યારે ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે મહિલાની ઊંઘ ખૂલી હતી.
તેમણે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમના માથા પાસે રાખેલું લેડીઝ પર્સ ગાયબ હતું. દાહોદ રેલવે સ્ટેશનથી વલસાડ રેલવે સ્ટેશન વચ્ચે કોઈ અજાણ્યો ચોર ઈસમ તેમના પર્સની ચોરી કરી નાસી છૂટ્યો હતો. તસ્કરો પર્સ માં કિંમતી ચીજવસ્તુઓ માં આઈફોન મોબાઈલ ફોન ૧,૩૫,૦૦૦ની કિંમત સોનાની ચેન ૯૦,૦૦૦ની કિંમત રોકડ રૂપિયા ૪ હજાર મળી કુલ રૂપિયા ૨,૨૯,૦૦૦ ની પૂરી થવાની ઘટના બનતા ઘટના અંગે મુસાફર દંપતીઍ તાત્કાલિક રેલવે હેલ્પલાઈન નંબર ૧૩૯ પર જાણ કરી હતી.
ત્યારબાદ વસઈ રોડ રેલવે સ્ટેશન પર ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલો વલસાડ રેલવે પોલીસ સ્ટેશન માં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. વલસાડ રેલવે પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ સુરેશ ઍન. વસાવાને આગળની તપાસ સોંપી છે.
