Damanganga Times.

Damanganga Times.

November 20, 2026

તીથલમાં નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા

તીથલમાં નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૯ ઃ વલસાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બી.ઍ.પી.ઍસ. સ્વામિનારાયણ મંદિર તીથલ ખાતે ભગવાન સ્વામિનારાયણના કિશોરસ્વરૂપ તપોમૂર્તિ નીલકંઠ વર્ણી મહારાજની ૨૧ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા વિધિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન હસ્તે ભક્તિભાવ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બ્રહ્મમૂર્હૂતમાં વહેલી સવારે ૫ કલાકથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં હરિભક્તો અને દેશ વિદેશના ૯૩૦ યજમાનોઍ પ્રતિષ્ઠા મહાયજ્ઞમાં જોડાઈને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞનારાયણને આહુતિઓ આપી હતી. વૈદિક મંત્રોચ્ચાર અને સંતો-હરિભક્તોના જયઘોષ વચ્ચે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ૨૧ ફૂટ ઊંચી ભવ્ય અને દિવ્ય તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને પ્રાણ પ્રતિષ્ઠાની આરતીનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું. ભક્તિમય વાતાવરણમાં પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થતાં ઉપસ્થિત સંતો, હરિભક્તો અને દર્શનાર્થીઓમાં અપાર આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી હતી. સમગ્ર મંદિર પરિસર સ્વામિનારાયણ મહામંત્ર અને શ્રી નીલકંઠ વર્ણીના જયનાદથી ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્નાં કે, સૌપ્રથમવાર સમુદ્ર કિનારે નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તો નીલકંઠવર્ણી મહારાજની દ્રષ્ટિથી સમુદ્રમાં રહેતા તમામ જીવોનું કલ્યાણ થાય ઍવી સર્વ જીવ હિતાવહની ભદ્ર ભાવના આશીર્વાદમાં દર્શાવી હતી તેમજ નીલકંઠ વર્ણી મહારાજની દ્રષ્ટિથી આજુબાજુના ગામોમાં સત્સંગ વધે ઍવા આશીર્વાદ આપ્યા હતા. 

સાથે સાથે નીલકંઠવર્ણી મહારાજને તપ પ્રિય છે તેથી ઍકાદશી જેવા વ્રત અને વિશેષ જપ તપના નિયમો લઈ ઍમને રાજી કરવા અને અહીં પ્રદક્ષિણા અને અભિષેક કરવાથી દરેકના શુભ સંકલ્પો ફળીભૂત થશે ઍવા રૂડા આશીર્વાદ આપ્યા હતા. તપ, સેવા, ત્યાગ, સંયમ અને અડગ ભક્તિના પ્રતીક ઍવા કિશોર યોગી શ્રી નીલકંઠ વર્ણી મહારાજના દિવ્ય દર્શનનો લાભ હવે વલસાડના પ્રવાસન ધામ તીથલ સ્વામિનારાયણ મંદિરે પધારતા સૌ હરિભક્તો અને પ્રવાસીઓને કાયમી ધોરણે પ્રા થશે.