ચીખલી પંથકમાં જલારામ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલીતા.૧૭ ઃ ચીખલી પંથક સહિત આજુબાજુના ગામોમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દરેક જગ્યાઍ સાંજના સમયે મહાપ્રસાદનું આયોજન કરાતા ભાવિક ભક્તોઍ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
ચીખલી પંથકમાં કાવેરી નદી કિનારે છેલ્લા કેટલાક વર્ષોથી જલારામ સેવા સમિતિ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને સાંજના સમયે મહાપ્રસાદનું આયોજન કરાતા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લેતા હોય છે જ્યારે ચીખલી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ જલારામ જયંતીની ઉજવણી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવતું હોય છે જ્યારે સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પણ જલારામ જયંતિની ભવ્ય ઉજવણીની સાથે મહાપ્રસાદ નું આયોજન થતું રહ્નાં છે જ્યારે ઘેજ અને તલાવચોરા ગામે પણ જલારામ જયંતીની ભવ્ય ઉજવણી સાથે મહાપ્રસાદ નું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લેતા હોય છે ઍટલું જ નહીં પરંતુ દેગામ તથા રાનકુવા વિસ્તારમાં પણ જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે.
