ગણદેવીના નાંદરખા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દેશી ગ્રામીણ રમોત્સવ યોજાયો
- byDamanganga Times
- 18 November, 2026
નવસારી, તા. ૧૭ ઃ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સાહ અંતર્ગત ગણદેવી તાલુકાના નાંદરખા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દેશી ગ્રામીણ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમોત્સવમાં પ્રાચીન સમયની અને ધીમે ધીમે વિસરાતી જતી પરંપરાગત ગ્રામીણ રમતો જેવી કે ગિલ્લી-દંડા, ભમરડો, લંગડી, લખોટી, સાતોડિયું, દોરડાખેંચ, કોથળા દોડ, આટાપાટા, કબડ્ડી, ખો-ખો, લીંબુ-ચમચી સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોઍ ઉત્સાહભેર ભાગ લઈ રમતગમત પ્રત્યેનો ઉમંગ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી માત્ર ઔપચારિક ન રહેતાં તેમની પ્રેરણાદાયી વિચારધારા, સંઘર્ષ અને આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો અવસર છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ જનજાતીય ગૌરવ અને આદિવાસી સંસ્કૃતિના જતન માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્ના છે. આપણી પરંપરાગત ગ્રામીણ રમતોને નવી પેઢી સુધી પહોંચાડવી અને બાળકોને આ રમતો શીખવવી ખૂબ જરૂરી છે. આવા રમોત્સવમાં તમામ લોકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈઍ. આ રમતો માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય, સ્ફૂર્તિ, સામૂહિક ભાવના અને ખેલદિલીનો વિકાસ કરવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ રમોત્સવના માધ્યમથી પ્રાચીન ગ્રામીણ રમતોનું જતન થાય અને નવી પેઢી આપણી પરંપરાગત રમત-ગમતની સંસ્કૃતિથી પરિચિત બને તેવો ઉમદા આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઇન્ચાર્જ વાંસદા પ્રાયોજના અધિકારી આસ્થા સોલંકી, આદિજાતિ વિકાસ કમિશનર દિવ્યેશભાઈ, વાંસદા પ્રાયોજના મદદનીશ કમિશનર પી.ડી. મનાત, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, અગ્રણી સનમભાઈ પટેલ, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્ના હતા.
