આહવામાં ૧૦૮ ઈમરજન્સી દ્વારા સફળ પ્રસૂતિ કરાવાઈ
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૭ ઃ ગુજરાતની જીવાદોરી સમાન ૧૦૮ ઇમરજન્સી ઍમ્બ્યુલન્સ સેવાઍ વધુ ઍક વખત પોતાની ઉત્કૃષ્ટ અને માનવતાવાદી સેવાના દર્શન કરાવ્યા છે. આહવાથી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ ગર્ભવતી મહિલા દીપિકાબેન રામદાસભાઈ સૂર્યવંશીને રસ્તામાં અચાનક જ ગંભીર અને જટિલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે ઍમ્બ્યુલન્સ કુર્કસ ગામ નજીક પહોંચી, ત્યારે ગર્ભવતી મહિલાને બ્રીચ પ્રેઝન્ટેશન (બ્રીચ ડિલિવરી) જેવી અત્યંત જોખમી અને ગંભીર સમસ્યા સર્જાઈ હતી.આ કટોકટીની પળોમાં જરાય ઘબરાયા વગર, ચ્પ્વ્ અંકિતભાઈ ગાયકવાડ અને પાયલોટ દિનકરભાઈ પટેલે પોતાની અદ્ભુત કુશળતા, વ્યાવસાયિકતા અને સમયસૂચકતા દાખવી હતી.
તેમણે ત્વરિત પગલાં રૂપે અમદાવાદ સ્થિત ચ્ય્ઘ્ભ્ ડૉ. રામાનીનો સંપર્ક સાધી તેમની માર્ગદર્શક તબીબી સલાહ મેળવી હતી. ડોક્ટરની સલાહ મુજબ દર્દીને તાત્કાલિક ઓક્સિજન, જરૂરી ઇન્જેક્શન અને સલાઈનની બોટલ ચડાવવામાં આવી હતી. ત્યારબાદ ઍમ્બ્યુલન્સની અંદર જ ખૂબ જ સાવચેતીપૂર્વક સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી,જેના કારણે માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો હતો. પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુ બંનેને વધુ અને સુરક્ષિત સારવાર માટે નજીકની ઘ્ણ્ઘ્ વઘઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકલ્પનીય અને સમયસરની મદદથી અત્યંત પ્રભાવિત થયેલા દર્દીના પતિઍ ૧૦૮ના કર્મચારીઓ - ચ્પ્વ્ અંકિતભાઈ ગાયકવાડ અને પાયલોટ દિનકરભાઈ પટેલની સરાહનીય કામગીરીને બિરદાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ અમદાવાદના ચ્ય્ઘ્ભ્ ડૉ. રામાની, ચ્પ્ચ્ અરવિંદ ચૌધરી અને ધવલ પટેલ સમગ્ર સ્ટાફને ઉષ્માભેર અભિનંદન પાઠવ્યા છે.
