Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

વાંસદાના ગોધાબારીમાં રામકથાનો પ્રારંભ

વાંસદાના ગોધાબારીમાં રામકથાનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા. ૧૭ ઃ કથાકાર મેહુલ જાની વાસદા તાલુકાના ગોધાબારી ગામમાં શ્રી તેલે હનુમાનજી મંદિરના લાભાર્થે ભવ્ય રામકથા નો પ્રારંભ થયો છે શ્રી રામ ભજન મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે કથાના વક્તા વિશ્વપ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાની ખેરગામ વાળા કથાનું રસપાન કરાવી રહ્ના છે તેમની આકર્ષણ વાણી ના પ્રભાવથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો કથાનું શ્રવણ કરી રહ્ના છે કથામાં દરરોજ ૨૦૦૦ થી વધારે ભક્તો ભોજન અને કથાનો લાભ લઈ ધન્ય બને છે પૂજ્ય બાપુઍ કહ્નાં હતું કે સંપત્તિની સાચવણી માટે શાસ્ત્ર અને સંસ્કારની ખૂબ જ જરૂર છે. યુવાનો દ્વારા ભક્તિ કરવામાં આવે તો વિશ્વને ભારત તરફ આવવું પડશે રામકથામાં મર્યાદા અને પરિવારમાં ઍકતા શીખવાનું કામ કરે છે. સમસ્ત ગોધા બારી માં ભવ્ય તેલે હનુમાનજી મંદિરના નિર્માણ થઈ રહ્નાં છે તેના લાભાર્થી કથા છે વાંસદા, હનુમાનબારી, ગોધાબારી મોટી ભમતી, કિલાદ, મનપુર, સીતાપુરના વિશાળ ભક્તો કથાનું શ્રવણ કરી રહ્ના છે આ કથાને સફળ બનાવવામાં વિજયભાઈ થોરાટ સુનિલભાઈ સરપંચ તથા સમસ્ત યુવા મંડળ ખૂબ જ મહેનત કરી રહ્ના છે પૂજ્ય બાપુઍ ૪૧ વર્ષની ઉંમરમાં ૩૪૧ ની કથા કરી રહ્ના છે.