સુરખાઈમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૧૭ ઃ આદિજાતિ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, નવસારીના સંયુક્ત ઉપક્રમે ચીખલી તાલુકાના સુરખાઈ ગામે આવેલી ધોડિયા સમાજની વાડી ખાતે જનજાતિય ગૌરવ સાહ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમને સંબોધતા મુખ્ય મહેમાન તથા સાંસદ જશુભાઈ રાઠવાઍ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજી માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા, પરંતુ તેઓ જનજાતિ સમાજના સ્વાભિમાન, ઍકતા અને સામાજિક જાગૃતિના પ્રતીક હતા. તેમણે જળ, જંગલ અને જમીનના અધિકારો માટે અંગ્રેજ શાસન સામે ઉલગુલન ઍટલે કે મહાન ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું.
માત્ર ૨૫ વર્ષની નાની વયે તેમણે દેશ અને સમાજ માટે જે બલિદાન આપ્યું તે આવનારી પેઢીઓ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,૧૫ નવેમ્બરનો દિવસ માત્ર ઍક જન્મજયંતિની ઉજવણી નથી, પરંતુ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતિ સમાજના અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો અને આપણા ગૌરવવંતા ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો અવસર છે.
આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ તરીકે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી નિશાંત કુંગશિયા, તથા ઈ.ચા. પ્રયોજના વહીવટદાર પ્રિયંકા મનત, સહિતના મહાનુભાવો અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
