Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

ખારેલમાં પરંપરાગત દેશી ગ્રામીણ રમતોનો ઉત્સવ યોજાયો

ખારેલમાં પરંપરાગત દેશી ગ્રામીણ રમતોનો ઉત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નવસારી, તા. ૧૭ ઃ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સાહ અંતર્ગત ગણદેવી તાલુકાના કે. વી. ઍસ. હાઈસ્કૂલ ખારેલ ખાતે નવસારીના ધારાસભ્ય  રાકેશભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં દેશી ગ્રામીણ રમોત્સવ યોજાયો હતો.

આ રમોત્સવમાં ગિલ્લી-દંડા, ભમરડો, લંગડી, લખોટી, સાતોડિયું, દોરડાખેંચ, કોથળા દોડ, આટાપાટા, કબડ્ડી, ખો-ખો અને લીંબુ-ચમચી સહિતની પરંપરાગત ગ્રામીણ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યઍ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંઘર્ષ અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો અવસર છે. પરંપરાગત ગ્રામીણ રમતોનું જતન થાય અને યુવાનો આ રમતો સાથે જોડાય તે જરૂરી છે. આવી રમતો શારીરિક સ્વાસ્થ્ય, સ્ફૂર્તિ, સામૂહિક ભાવના અને ખેલદિલીનો વિકાસ કરે છે.

આ પ્રસંગે ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્ના હતા.