પાથરીમાં જલારામ જયંતિ મહોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ તાલુકાના પાથરી ગામના અતુલ ફળિયા ખાતે વિક્રમ સંવત ૨૦૮૩ના કારતક સુદ સાતમને સોમવાર, તારીખ ૧૬/૧૧/૨૦૨૬ના રોજ શ્રી જલારામ જયંતિ મહોત્સવની ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે સવારે ૯ કલાકે કથા, ૧૧ કલાકે યજ્ઞ, તેમજ બપોરે ૧૨ઃ૩૦ અને સાંજે ૭ કલાકે આરતી થાળ જેવા વિવિધ માંગલિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધાર્મિક વિધિ મહારાજ બીપીનભાઈ પી. શાસ્ત્રી (જૂજવા)ના સાનિધ્યમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મંદિરના બાંધકામ અર્થે દાન પણ સ્વીકારવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, ચણવાઈ બેઠકના જિલ્લા પંચાયત સભ્ય મનિષભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયત જૂજવા બેઠકના સભ્ય ધર્મેશભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત ચણવાઈ બેઠકના સભ્ય મુકેશભાઈ તથા ગામના સરપંચ અશોકભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ આશિષભાઈ પટેલ ગ્રામ પંચાયત સભ્યો યુવાનો, બહેનો સહિતના અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્ના હતા અને જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સાંજે ૭ઃ૩૦ કલાકે યોજાયેલા મહાપ્રસાદમાં પાથરી ગામ તથા આસપાસના વિસ્તારના ૨૫૦૦થી વધુ ભક્તો અને ગ્રામજનોઍ મોટી સંખ્યામાં ઉમટી પડી પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામજનો અને ભક્તજનોઍ ભારે જહેમત ઉઠાવી હતી.
