આજે ચલામાં ૧૨૯મી રંગ જયંતિ મહોત્સવ ઉજવશે
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ ચલા-વાપી સ્થિત શ્રી રંગ કુટીર ખાતે. આજે બુધવાર તા. ૧૮-૧૧-૨૦૨૬ના શુભ દિવસે ૧૨૯મી રંગ જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આ દૈવી કાર્યક્રમમાં આત્મીય ભક્તજનોઍ સક્રિય ભાગ લઈ કાર્યને દિપાવવા આયોજકો તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત સવારે ૬-૦૦ કલાકે પ્રભાતિયાથી થશે, ત્યારબાદ સવારે ૬-૩૦ કલાકે મંગળા આરતી અને પ્રભાત ફેરી યોજાશે. સવારે ૯-૦૦ કલાકે પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા ઇચ્છતા ભક્તજનોઍ પૂજનની સામગ્રી સાથે સવારે ૮-૦૦ કલાકે શ્રી રંગ કુટીર પર હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.
બપોરે ૧૨-૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સાંજે ૬-૩૦ કલાકે સાયં પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, સાયં આરતી અને પાલખી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
