Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

દિવાળીના મીની વેકેશન બાદ વાપીમાં જનજીવન ફરી ધમધમ્યું

દિવાળીના મીની વેકેશન બાદ વાપીમાં જનજીવન ફરી ધમધમ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃવાપીમાં દિવાળીના તહેવારની રજાઓ અને શનિ-રવિના મીની વેકેશન બાદ આજે સોમવારથી જનજીવન ફરી રાબેતા મુજબ ધમધમતું થયું છે. વાપી મહાનગરપાલિકા સહિત વિવિધ સરકારી કચેરીઓ, જીઍસટી ભવન તેમજ બજારો અને દુકાનો ખુલતાં લોકોની અવરજવર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, વાપી પંથકમાં છેલ્લા ઍક અઠવાડિયાથી દિવાળીના તહેવાર અને ત્યારબાદના મીની વેકેશનને પગલે રજાઓનો માહોલ જોવા મળતો હતો. મોટાભાગની સરકારી કચેરીઓ, શોરૂમ અને દુકાનો બંધ રહેતાં બજારોમાં પણ સુસ્તી જોવા મળી હતી. જોકે, આજે જલારામ જયંતિના પવિત્ર દિવસે સોમવારથી મોટાભાગની કચેરીઓ અને વેપારી ઍકમો ફરી શરૂ થતાં બજારમાં ચહલપહલ વધી હતી. બીજી તરફ, ગઈકાલે છઠ પૂજાના પર્વને લઈને પણ બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. દિવાળીની રજાઓ અને મીની વેકેશન પૂર્ણ થતાં આજથી વાપીમાં વેપાર-ધંધા સહિત સરકારી કામગીરી ફરી વેગવંતી બની છે અને શહેરમાં જનજીવન સામાન્ય બનતું જોવા મળ્યું હતું.