Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

સુખાલા ખાતે કોગ્રેસનું નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સુખાલા ખાતે કોગ્રેસનું નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા.૧૭ ઃ નાનાપોંઢા તાલુકાના સુખાલા ખાતે યોજાયેલ કોગ્રેસનું નૂતન વર્ષનું  સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં નાનાપોંઢા તાલુકાના  પંચાયત ના સભ્ય કુંજલીબેન પટેલે ઉપસ્થિત મહેમાનો આવકારી લાગણી અનુભવી હતી. વાંસદા તાલુકા ના ધારાસભ્ય અનંતભાઈ પટેલે કહ્નાં કે  કાર્યકર્તાઓ ઍ પાર્ટી માટે ખંત થી કામ કરવું જોઈઍ ,કામ કરો ટિકિટ મેળવો અને જીતો અને વધારે કામ કરો, કોઈ ને પણ ટિકિટ મળે બધા ઍ લાગી પડવા નું છે. સરકાર  પર પ્રહાર કરતા જણાવ્યું. અત્યારે ભાજપ ને બિરસા મુંડા યાદ આવ્યા  અત્યારે મૂંગી બહેરી છે ઍને જગાડવી પડશે. કોંગ્રેસ આંદોલન માંથી જન્મેલી પાર્ટી છે. ગૌરવભાઈ પંડ્યા ઍ જણાવ્યું કે કુંજલીબેન માં માતા પિતા ને ધન્યવાદ આપ્યો કે કુંજલી જેવી ઉત્સાહી અને લડાયક કોંગ્રેસને દીકરી આપી. કુંજલીને ઝાંસી ની રાણી સાથે સરખાવી  પ્રશંસા કરી હતી. વધુમાં સોનિયા ગાંધીઍ લખેલી આત્મકથામાં ઉલેખાયેલા ઋગ્વેદ નો ઍક શ્લોક સાથે ચાલો, સંગઠીત થાઓ, બધાના વિચાર સમાન બની રહો તેવી ભાવના કોંગ્રેસ માં હોવી જોઈઍ. બધાની સાથે પ્રેમથી રહો અને કોંગ્રેસ ના હાથ મજબૂત બનાવો ઍવી હાકલ કરી હતી. 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા.