Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

વલસાડ જિલ્લામાં ખેડૂતોને ખાસ સૂચનો કરાયા

વલસાડ જિલ્લામાં ખેડૂતોને ખાસ સૂચનો કરાયા


વલસાડ, તા. ૧૭ ઃ  રવિ ઋતુમાં સિંચાઈ માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેથી ખેડૂતોઍ પાકની જરૂરિયાત, જમીનમાં રહેલો ભેજ અને પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને જ પિયત આપવું જોઈઍ. આ માટે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.

(૧) જમીનમાં ભેજ જોઈને જ પિયત આપવું. પિયત આપતાં પહેલાં ખેતરની જમીનમાં ભેજ છે કે નહીં તે તપાસો. જમીનમાં પૂરતો ભેજ હોય તો પિયત આપવાનું ટાળો. (૨) પાકને જ્યારે પાણીની વધુ જરૂર હોય ત્યારે જ પિયત આપો. પાણી ઓછું હોય ત્યારે વારંવાર પિયત આપવાને બદલે પાકમાં કટોકટીની અવસ્થાઍ પિયત આપો. પાણીની અછત હોય તો ઓછા પાણીમાં થઈ શકે તેવા પાકોનું વાવેતર કરો. (૩) પાણી બચાવવાની પદ્ધતિ અપનાવો. ટપક અને ફુવારા પદ્ધતિથી પિયત આપવાથી અંદાજે ૪૦ થી ૫૦ ટકા પાણીની બચત થઈ શકે છે. પાણી ઓછું હોય ત્યારે ખેતરની ઍક ચાસ છોડીને બીજી ચાસમાં પિયત આપો. (૪) ખેતરમાં ભેજ જાળવી રાખો. જમીનમાં ભેજ લાંબો સમય રહે તે માટે પાકના સૂકા અવશેષો પાથરો. બિનજરૂરી ખેડ કરવાનું ટાળો. જમીનમાં તિરાડો પડે તો હળવી આંતરખેડ કરીને તિરાડો પૂરો, જેથી જમીનનો ભેજ જળવાઈ રહે. (૫) જમીન પ્રમાણે પિયત આપો. રેતાળ અને હલકી જમીનમાં પાણી ઝડપથી ઊતરી જતું હોવાથી થોડું-થોડું પાણી જરૂરિયાત મુજબ આપો. કાળી અને ભારે જમીનમાં પાણી લાંબો સમય રહેતું હોવાથી જમીનમાં ભેજ હોય ત્યારે પિયત આપવાની ઉતાવળ ન કરો. ખેતર સમતળ રાખો, જેથી પાણી દરેક જગ્યાઍ સરખું પહોંચે.