બીલીમોરાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ઍબેકસ સ્પર્ધામાં વિજેતા
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૭ ઃ અમદાવાદના ગેલેક્સી ૯૦ ખાતે શનિવારે બેંગ્લોર સ્થિત ક્યુબેટીક ઍડ્યુટેક પ્રા. લિ. દ્વારા ચોથી રાષ્ટ્રીય કક્ષાની ઍબેકસ ઍન્ડ મેન્ટલ ઍરિથમેટિક સ્પર્ધા-૨૦૨૬ યોજાઈ હતી. જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને કેરળ સહિત દેશભરમાંથી કુલ ૧,૪૦૦ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બીલીમોરાના ૭૦ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો, જેમાંથી ૬૬ વિદ્યાર્થીઓઍ વિવિધ શ્રેણીઓમાં વિજેતા બની બીલીમોરાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું હતું. જેમાં બીલીમોરાના પ્રુથિત પટેલ, દેવાંશ પટેલ અને રિધમ પટેલે પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે જૈની ટંડેલ, વિહાન પટેલ, ક્રીનવ પટેલ, નિર્વિ પટેલ, અદિતિ પટેલ, ખનક પટેલ, મંથ પટેલ, ગીતાંશ દેસાઈ, અંક પટેલ અને શિવ પટેલે પ્રથમ ઉપવિજેતા તરીકે સ્થાન મેળવ્યું હતું. માર્યમ મેમન, કાવ્ય પટેલ, દર્શ પટેલ, પાર્થ પટેલ, તિથી પટેલ, નક્ષ પટેલ અને સમર્થે દ્વિતીય ઉપવિજેતા તરીકે સફળતા મેળવી હતી.
તેવી જ રીતે તનય પટેલ, રાઘવ મિરાસે, કવ્યેશ અહાલે, દીવ પટેલ અને આર્યા પટેલે તૃતીય ઉપવિજેતા, જ્યારે કીશીવ પટેલ, દ્વિજા પટેલ, ઍલીના પટેલ, દેવાંશી પટેલ, ધૈર્ય પટેલ અને જીષા દેસાઈઍ ચતુર્થ ઉપવિજેતા તરીકે ટ્રોફી મેળવી હતી. આ ઉપરાંત બીલીમોરાના અન્ય ૩૫ વિદ્યાર્થીઓઍ મેરિટ ટોપ-૧૦ શ્રેણીમાં સ્થાન મેળવી ટ્રોફી હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓઍ માત્ર આઠ મિનિટના ટૂંકા સમયમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના કુલ ૨૦૦ દાખલાઓ ચોકસાઈપૂર્વક ઉકેલવાના હતા. સ્પર્ધામાં દૃશ્ય અને શ્રવણ ઍમ બે શ્રેણીઓમાં વિદ્યાર્થીઓઍ પોતાની ગણતરીની ઝડપ, ઍકાગ્રતા અને યાદશક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાની તૈયારી માટે વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનાથી સતત મહેનત કરી રહ્ના હતા. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી ઍનાયત થતાં વાલીઓમાં પણ આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. ક્યુબેટીક સંસ્થા ૭ થી ૧૪ વર્ષનાં બાળકોના બૌદ્ધિક વિકાસના હેતુથી ઍબેકસ તાલીમ આપે છે. ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ અને ઘાના સહિત છ દેશોમાં કાર્યરત આ સંસ્થાનાં ભારતમાં ૧૫૦થી વધુ તાલીમ કેન્દ્રો અને ૫૦થી વધુ શાળાઓમાં કાર્યક્રમો ચાલે છે. સંસ્થાના સંચાલક જગદીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ રાષ્ટ્રીય સ્પર્ધામાં બીલીમોરાના વિદ્યાર્થીઓઍ મેળવેલી સિદ્ધિ બદલ સંસ્થા દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
