Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

દાનહમાં વિવિધ સ્થળે જલારામ જયંતિ યોજાઈ

દાનહમાં વિવિધ સ્થળે જલારામ જયંતિ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૭ ઃ દાદરા નગર હવેલીમાં સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની વિવિધ મંદિરો અને ગામોમાં શ્રદ્ધા, ભક્તિ તથા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવર્ણી પટેલ ફળિયા, રખોલી ગામે આવેલા જલારામ મંદિર, નરોલી ગામના જલાસાઈ મંદિર તેમજ દાદરા સ્થિત જલારામ મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તમામ સ્થળોઍ આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓઍ ઉપસ્થિત રહી પ્રસાદનો લાભ લીધો હતો. બીજી તરફ, લવાછા ગામના ઉતારા ફળિયા ખાતે જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે સવારે ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજનવિધિ યોજાઈ હતી. બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજે મહાઆરતી સાથે ગરબા-રાસના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગામના લોકો અને ભક્તોઍ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો હતો. 

ઉલ્લેખનીય છે કે સંત જલારામ બાપાનો જન્મ વર્ષ ૧૭૯૯માં ગુજરાતના વીરપુર ખાતે થયો હતો. તેઓ જીવનભર માનવસેવા, ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવા તેમજ સાધુ-સંતોની સેવા માટે સમર્પિત રહ્ના હતા. તેમણે શરૂ કરેલી સદાવ્રતની પરંપરા આજે પણ અન્નદાન અને નિઃસ્વાર્થ સેવાના પ્રતીક તરીકે ઓળખાય છે. ભક્તિ, સેવા અને પરોપકારનો તેમનો સંદેશ આજે પણ લાખો શ્રદ્ધાળુઓને પ્રેરણા આપી રહ્ના છે.